October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વલ્લભ આશ્રમ હાઈવેના બ્રિજ પર ટ્રકના કેબિનમાં લાગીઆગ

ઘટનાની જાણ થતાં ફાયર ટીમ પહોંચી આગ કાબૂમાં કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: પારડી નેશનલ હાઈવે 48 પરથી રાત્રીના સમયે એક ભારત બેંઝ ટ્રક નંબર જીજે-03- એએક્‍સ-7455 લોખંડનો ભંગાર ભરી પસાર થઈ રહી હતી, જે ચાલુ ટ્રકના કેબિનમાં અચાનક ધુમાડો નીકળતા ચાલકે ટ્રક ઉભી રાખી હતી અને ચાલક કશું સમજે તે પહેલા ટ્રકના કેબિન ભાગે આગ પકડી લીધી હતી, જેને લઈ હાઈવે પર ટ્રાફિક જામ અને દોડધામના દ્રશ્‍યો સર્જાય ગયા હતા, જેની જણા પારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસથી ટ્રાફિક પોલીસ કર્મી પરેશભાઈ સહિતના પોલીસ કર્મી અને પારડી નગર પાલિકાની ફાયર ટીમના દિવ્‍યેશભાઈ પટેલ, રીંકુ ટ્રેલર ચંદ્રપાલ પટેલ, દોડી આવી પાણી મારો શરૂ કર્યો હતો અને આ આગ આખી ટ્રકમાં ફેલાઈ તે પહેલા કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. ઘટનાને પગલે પહોંચેલી પોલીસે ટ્રાફિક જામ હળવો કર્યો હતો.

Related posts

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભારત સરકારના ફરજીયાત શિક્ષણના અધિનિયમ અંતર્ગત દમણમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં 15 ખાનગી શાળાઓમાં 308 વિદ્યાર્થીઓ અને દીવમાં બે ખાનગી શાળામાં 13 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment