Vartman Pravah
Breaking Newsદીવ

બેંક અને એટીએમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને દીવની બેંકોએ, બેંકો અને એટીએમ પર 24 કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા કલેક્‍ટર સલોની રાયનો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 144 હેઠળ એક આદેશ બહાર પાડ્‍યો છે, જે મુજબ દીવ જિલ્લામાં આવેલી તમામ બેંકોને 24 કલાક અને 365 દિવસની સુવિધા આપવામાં આવશે. બેંકો અને એટીએમ પર સશષા સુરક્ષા ગાર્ડની તૈનાતી ફરજિયાત રહેશે.
દેશના અનેક પ્રાંતોમાં રોજે રોજ કેટલાક અસામાજિક તત્‍વો બેંકના એટીએમ કે બેંકોમાં લૂંટ અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા જોવા મળે છે. કયારેક બેંક કે કોઈપણ એટીએમને અસામાજિક તત્‍વો લૂંટી લે છે તો કયારેક એટીએમ જ ઉખાડી લે છે. આઘટનાઓને કારણે સરકાર અને સામાન્‍ય જનતાને ઘણી મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે અને બેંકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. દીવમાં આવી ઘટનાઓ નહી બને અને અસામાજિક તત્‍વો દ્વારા અહીંની પ્રજાની શાંતિમાં ખલેલ નહી પહોંચે, જાહેર સંપત્તિને કોઈ નુકસાન નહી થાય અને માનવ જીવનની સલામતી સામે ગંભીર ખતરો નહી સર્જાય, તે ધ્‍યાને લઈ જિલ્લા કલેક્‍ટરે આદેશ જારી કર્યો છે.
આ આદેશ અનુસાર તમામ બેંકોને તેમની સંબંધિત બેંકો અને એટીમેમાં 24 કલાક સશષા સુરક્ષા ગાર્ડ અથવા ફુલ પ્રુફ સુરક્ષા વ્‍યવસ્‍થા તૈનાત કરવા આદેશ કરવામાં આવ્‍યો છે અને દીવ જિલ્લાના વિવિધ સ્‍થળોએ ઉભા કરાયેલા એટીએમબેંકોમાં તાત્‍કાલિક અસરથી સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ હુકમ તાત્‍કાલિક અસરથી અમલમાં લેવા આદેશમાં જણાવાયું છે.

Related posts

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

Leave a Comment