October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ હાઈવે બ્રિજ પાસેથી રૂા.5.80 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

ચાલક ફરાર, ક્‍લિનર અમીત ચન્‍દ્રકાંત હળપતિ રહે.કુંતાનીધરપકડ :
ટેમ્‍પો સાથે રૂા.10.80 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી હાઈવે સલવાવ ઓવરબ્રિજ ઉતરતા એલ.સી.બી.એ દમણથી દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો હતો. પોલીસે ટેમ્‍પોને અટકાવતા ચાલક ટેમ્‍પો છોડી ફરાર થઈ ગયો હતો. પરંતુ ક્‍લિનરે પોલીસને ઝડપી લીધો હતો.
સલવાવ ઓવરબ્રિજ છેડે દમણથી દારૂનો જથ્‍થો ભરીને આવી રહેલ ટેમ્‍પો નં.જીજે 15 વાયવાય 3940 ને પોલીસે અટકાવાનું જણાવેલ. પરંતુ ટેમ્‍પો થોડો દૂર ભગાડી ચાલક ટેમ્‍પો છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્‍પોમાં હાજર ક્‍લિનર અમીત ચન્‍દ્રકાન્‍ત હળપતિ રહે.કુંતા, વચલા ફળીયાની ધરપકડ કરી હતી. રૂા.5.80 લાખનો દારૂનો જથ્‍થો અને ટેમ્‍પો મળી પોલીસે રૂા.10.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર ચાલક શ્રાવણ કુમાર રામ સુરત રહે.કુંતાને વોન્‍ટેડ જાહેર કરાયો હતો.

Related posts

વાપી નજીક લવાછાના પ્રસિધ્‍ધ રામેશ્વર મહાદેવ મંદિરે 11 હજાર દીપ પ્રજ્‍વલિત કરી દેવ દિવાળીની કરેલી ઉજવણી

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ અનેદમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ ફોર્મ ભરીને સક્રિય સભ્‍ય બન્‍યા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment