Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક ડિવાઈસિસની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં આબાદ કેદ

આદિવાસી વિકાસ સંગઠનના સસ્‍પેન્‍ડ કરાયેલા મેનેજમેન્‍ટ દ્વારા મુંબઈ હાઈકોર્ટને પણ ગુમરાહ કરવા કરેલી કોશિષ

આદિવાસી વિકાસ સંગઠનના તમામ દસ્‍તાવેજો પ્રમુખ અને ઉપ પ્રમુખ પાસે રહેતા હોવાની સ્‍ટાફની કબૂલાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંચાલિત આદિવાસી ભવનમાં જૂના દસ્‍તાવેજોની ચોરી કરવાના આરોપ હેઠળ દાનહ સાંસદ અને આદિવાસી વિકાસ સંગઠના પી.એ. ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ સહિત ચારની ધરપકડ કરતા આ પ્રકરણમાં અનેક ભેદભરમો બહાર આવવાની શક્‍યતા પ્રબળ બની છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને નામદાર કોર્ટે સોમવાર તા.7મી ઓગસ્‍ટ સુધીના પોલીસ રિમાન્‍ડ પણ આપ્‍યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનની બરતરફ કરાયેલી મેનેજમેન્‍ટ કમીટિ દ્વારા સંવેદનશીલ દસ્‍તાવેજો તથા ઈલેક્‍ટ્રોનિક ડિવાઈસિસની ચોરી કરવાની ચેષ્‍ટા ઉજાગર થતાં ખાનવેલના મામલતદાર અને આદિવાસી વિકાસ સંગઠનના સરકાર નિયુક્‍ત વહીવટદાર શ્રી ભાવેશ પટેલે આદિવાસી ભવન ખાતે આવેલ બેંક ઓફબરોડામાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે (1)ગૌરાંગકુમાર કનકસિંહ સુરમા (ઉ.વ.36) રહે. સુંદરવન સોસાયટી પાતલિયા ફળિયા સેલવાસ, (2)ઈસ્‍લામ અલી રહેમત અલી શેખ (ઉ.વ.40) રહે. ઈંદિરાનગર સેલવાસ, (3)ગોવિંદભાઈ બેલુભાઈ પાડવી(સિક્‍યુરીટી ગાર્ડ), (ઉ.વ.54) રહે.વડદેવી ફળિયા માંડવા કપરાડા જિલ્લો વલસાડ અને કમલેશ રવિયાભાઈ પટેલ (ઉ.વ.51) રહે. સુંદરવન સોસાયટી સેલવાસ સામે આઈપીસીની 379 અને 120બી અંતર્ગત નોંધાવેલ ફરિયાદમાં પોલીસે નામદાર અદાલતમાં રજૂ કરતા પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડનો આદેશ કર્યો છે.
આ પ્રકરણમાં મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા નિયુક્‍ત આદિવાસી વિકાસ સંગઠનના વહીવટદાર શ્રી ભાવેશ પટેલે આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો તથા વિવિધ ડાટાની માંગણી આદિવાસી વિકાસ સંગઠનના ઉપ પ્રમુખ અભિનવ ડેલકર, મહામંત્રી કમલેશ આર. પટેલ, ખજાનચી છગન એસ. માહલા, એલડીસી ગુલાબ જાદવ, એલડીસી દલપત પટેલ અને આદિવાસી વિકાસ સંગઠનના બીજા સ્‍ટાફ પાસે કરી હતી. પરંતુ તમામે જણાવ્‍યું હતું કે, આ દસ્‍તાવેજો તેમની પાસે નથી. આ તમામ દસ્‍તાવેજો આદિવાસી વિકાસ સંગઠનના પ્રમુખ અને ઉપ પ્રમુખ પાસે રહે છે. તેથી વહીવટદારે આદિવાસી વિકાસ સંગઠનના સસ્‍પેન્‍ડ કરાયેલ જનરલ સેક્રેટરીને તા.31મી જુલાઈનારોજ પત્ર લખી બે દિવસની અંદર આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો સુપ્રત કરવા જણાવ્‍યું હતું. તેની સામે આદિવાસી વિકાસ સંગઠનના સસ્‍પેન્‍ડ થયેલા મેનેજમેન્‍ટે હાઈકોર્ટને ગુમરાહ કરવાની કોશિષ કરતા જણાવ્‍યું હતું કે, આદિવાસી વિકાસ સંગઠન સાથેના સંબંધિત દસ્‍તાવેજો પ્રશાસન દ્વારા નિયુક્‍ત વહીવટદારના કબ્‍જામાં છે. જેની પોલ સીસીટીવી કેમેરામાં ખુલી ચુકી હોવાનું જણાય છે.
બેંક ઓફ બરોડામાં ઈન્‍સ્‍ટોલ કરાયેલા કેમેરા દ્વારા સ્‍પષ્‍ટ દેખાય છે કે તા.28 જુલાઈ 2023ના સાંજે 7 વાગ્‍યે કેટલાક લોકો જેમાં ગૌરાંગ સુરમા, ઈસ્‍લામ અલી, ગોવિંદ (સિક્‍યુરીટી ગાર્ડ), ગુલામ જાદવ(એલડીસી) અને આદિવાસી વિકાસ સંગઠનની મેનેજમેન્‍ટ કમીટિ માટે કામ કરતા અન્‍ય શખ્‍સો દસ્‍તાવેજ અને ઈલેક્‍ટ્રોનિક ડિવાઈસ તેમની કારમાં મુકતાં નજરે પડે છે.
આ કેસમાં સરકારી વકીલ શ્રી પ્રવિણભાઈ પટેલે કરેલી ધારદાર દલીલ બાદ નામદાર અદાલતે આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ પર મોકલવાનો આદેશ જારી કર્યો છે.

આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ચલાવાયેલ સમાંતર સરકારમાં કરોડો રૂપિયાની હેરાફેરીનું સાક્ષી રહેલું આદિવાસી ભવન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટ દ્વારા ભૂતકાળમાં સમાંતર સરકાર ચલાવીકરોડો રૂપિયાની હેરફેરનું સાક્ષી આદિવાસી ભવન રહ્યું હોવાનું પણ જાણવા મળે છે.
પ્રશાસન દ્વારા નિયુક્‍ત કરાયેલ વહીવટદાર જો તટસ્‍થ અને તલસ્‍પર્શી તપાસ કરશે તો આદિવાસી વિકાસ સંગઠન અને આદિવાસી ભવનને સ્‍પર્શતા અનેક ભેદભરમો બહાર આવવાની સંભાવના છે.
આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણયનું ઠેર ઠેરથી સ્‍વાગત થઈ રહ્યું છે. આ નિર્ણયને દાદરા નગર હવેલીના વિરોધ પક્ષો દ્વારા પણ વધાવવામાં આવી રહ્યો છે.

Related posts

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

vartmanpravah

Leave a Comment