October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લામાં શરૂ કરાયેલા કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને યુવાવસ્થા દરમિયાન થતાં શરીરના બદલાવો વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન રાખવાની કાળજીઓ તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરવ પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ ટીમ આંબાતલાટ – ૧ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રામજીભાઈ ગવળી, એડોલેશન કાઉન્સિલર અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
-૦૦૦-

Related posts

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

vartmanpravah

ઉદવાડા ગામમાં ટેરેસના દરવાજામાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશી 4 લાખ રૂપિયાની ચોરી કરતા ચોરટાઓ

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

Leave a Comment