October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

મધરાતે ત્રણ વાગે બનેલી ઘટના બાદ પાટામાં ફસાયેલી કાર મહા મહેનતે બહાર કઢાઈ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી બલીઠા ફાટક ઉપર વિચિત્ર પ્રકારનો અકસ્‍માત મંગળવારે રાત્રે ત્રણ વાગ્‍યાના સુમારે સર્જાયો હતો. દમણ તરફથી આવી રહેલ કાર ફાટક ક્રોસ કરતા સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવતારેલવે પાટામાં કાર સજ્જડ રીતે ફસાઈ હતી.
દમણથી મધરાતે વાપી તરફ આવી રહેલ કાર નં.જીજે 05 આરઆરનો ચાલક બલીઠા ફાટક ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે સ્‍ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર સીધી પાટા ઉપર ચઢીને પાટામાં બરાબર ફસાઈ ગઈ હતી. મધરાતે બનેલા અકસ્‍માતથી રેલવે વહેવાર પ્રભાવિત થયો હતો. બાદમાં આજુબાજુ નજીક લોકોને જગાડીને મહા મહેનતે પાટામાં ફસાયેલી કાર બહાર કાઢવા દરમિયાન એકાદ કલાક રેલ વહેવાર અટવાઈ પડયો હતો.

Related posts

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

Leave a Comment