October 14, 2025
Vartman Pravah
Other

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ 77મા સ્‍વતંત્રતા દિવસ નિમિત્તે ખાનવેલની બિરસા મુંડા પ્રાથમિક શાળામાં તિરંગોલહેરાવશે

  • સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત રાષ્‍ટ્રીય તહેવાર સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણીના સમારંભનું આયોજન થતાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં આનંદ ઉત્‍સાહ અને ઉત્‍સવનું વાતાવરણ
  • સ્‍વતંત્રતા દિવસ નિમિત્તે પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સાંભળવા પણ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં ઉત્‍સુકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 77મા સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે બિરસા મુંડા સરકારી પ્રાથમિક શાળામાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં કરવામાં આવશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઇતિહાસમાં પહેલી વખત રાષ્‍ટ્રીય તહેવાર સ્‍વતંત્રતા દિવસની ઉજવણી આદિવાસી બાહુલ વિસ્‍તાર ખાનવેલ ખાતે થઈ રહી છે.
ખાનવેલમાં પહેલી વખત પ્રદેશ સ્‍તરના સ્‍વતંત્રતા દિવસના સમારંભનું આયોજન થઈ રહ્યું હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ આનંદ, ઉત્‍સાહ અને ઉત્‍સવની લાગણી જોવા મળી રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સાંભળવા માટે પણ ગ્રામ્‍યજનોમાં ભારે ઉત્‍સુકતા છવાયેલી છે. આવતી કાલે સવારે પ્રશાસકશ્રીનું સભા સ્‍થળ બિરસા મુંડા સરકારી પ્રાથમિક શાળા ખાનવેલ ખાતે આગમન થયા બાદ ધ્‍વજારોહણ અને રાષ્‍ટ્રગાન પછી પ્રશાસકશ્રીપરેડનું નિરીક્ષણ કરશે. ત્‍યારબાદ પ્રશાસકશ્રીના અભિભાષણ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. લાભાર્થીઓને લાભનું વિતરણ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ગ્રામ્‍યજનો ઉપસ્‍થિત રહેવાની સંભાવના છે.

Related posts

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

Leave a Comment