Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

યુવાન પેઢીની આરોગ્‍યની સુરક્ષા, સમૃદ્ધિના પાયાનું નિર્માણઃ આરોગ્‍ય સચિવ ટી.અરૂણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ પ્રશાસન પ્રશાસન દ્વારા છ મહિનાનાના બાળકોથી લઈને 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓના આરોગ્‍યની તપાસ કરવામાં આવી છે. આ અભિયાનમાં આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ વિભાગ દ્વારા કુલ 187 ટીમોનું ગઠન કરવામાં આવ્‍યું છે. આ ટીમોમાં એક ડૉક્‍ટર, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને પેરામેડિકલ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જોડવામાં આવ્‍યા છે. આ ટીમો પ્રદેશની તમામ આંગણવાડી કેન્‍દ્ર અને શાળાઓમાં જઈને તેમના આરોગ્‍યની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. તબીબી અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસમાં જો કોઈપણ શંકાસ્‍પદ લાગે તો તેમને વધુ સારવાર માટે ઉચ્‍ચ તબીબી સંસ્‍થાઓમાં મોકલવામાં આવે છે. પ્રશાસનની આ પહેલથી પ્રદેશના બાળકોમાં આરોગ્‍ય સંબંધિત સમસ્‍યાઓને વહેલી તકે શોધી શકાશે અને તેની સારવાર શક્‍ય બનશે.
અત્રે યાદ રહે કે, કોઈપણ દેશનો વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવામાં યુવાન પેઢીની તંદુરસ્‍તી મહત્ત્વનો ભાગ ભજવે છે.યુવાન પેઢીની શારીરિક, માનસિક અને ભાવનાત્‍મક તંદુરસ્‍તી રાષ્‍ટ્ર નિર્માણનો પાયો છે. જેના ઉપર રાષ્‍ટ્રની પ્રગતિના વિવિધ પાસાંઓ નિર્માણ થતા હોય છે.
આ અભિયાનની બાબતમાં વધુ જાણકારી આપતાં સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી ટી.અરૂણ(આઈ.એ.એસ)એ જણાવ્‍યું હતું કે, ‘‘આ અભિયાન આપણી યુવાન પેઢીના આરોગ્‍યને વધુ સારૂં બનાવવા માટે એક મહત્ત્વનું પગલું છે. અમે આ અભિયાન દ્વારા બાળકોની આરોગ્‍ય સમસ્‍યાઓને ઓળખવા અને સારવાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી આપણી યુવાન પેઢી ન ફક્‍ત આત્‍મનિર્ભર બની શકે, પરંતુ રાષ્‍ટ્રીય પ્રગતિમાં પણ યોગદાન આપી શકે.
આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણે આ અભિયાનની વિસ્‍તૃત માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ચાલી રહેલા આ અભિયાનમાં પ્રદેશના કુલ 1.77 લાખ બાળકોની તપાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે, જેને સફળતાથી પૂર્ણ કરવા માટે દાદરા નગર હવેલી જિલ્લામાં કુલ 148 ટીમો, દમણ જિલ્લામાં કુલ 32 ટીમો અને દીવ જિલ્લામાં કુલ 7 ટીમોનું ગઠન કરવામાં આવ્‍યું છે. આ અભિયાનમાં પ્રદેશના બાળકોના આરોગ્‍યની માહિતીને પ્રશાસન દ્વારા વિકસિત કરવામાં આવેલ ડિજિટલ પ્‍લેટફોર્મ પર મુકવામાં આવશે. બાળકોના આરોગ્‍યની માહિતીનુંડિજિટલીકરણ થવાથી આરોગ્‍ય વિભાગને આગળની કાર્યવાહી કરવામાં મદદ મળશે. આ અભિયાનમાં અત્‍યાર સુધી 77 હજારથી વધુ બાળકોના આરોગ્‍યની તપાસ પૂર્ણ કરવામાં આવી ચુકી છે.

Related posts

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘‘ગામના છોકરા સાથે આડા સંબંધ છે” કહી પરિણીતાને બદનામ કરતા કૌટુંબિક જેઠને 181 અભયમે પાઠ ભણાવ્‍યા

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

Leave a Comment