June 30, 2025
Vartman Pravah
Other

પિપરિયા પર હુમલો હાથોહાથની લડાઈમાં હથિયારોનો ઉપયોગ થવા માટે એકાદ ચિનગારી પણ પૂરતી થઈ પડે તેમ હતું

(…ગતાંકથી ચાલુ)
પ્રત્‍યક્ષ લડાઈ માટે નીકળતી વખતે શ્રીયુત બાબાસાહેબ પુરંદરેએ આકર્ષક શબ્‍દોમાં તેમના અભિયાનનું વર્ણન કર્યું હતું. એ સમયે તો બાબાસાહેબ પણ પચીસેક વર્ષના નવયુવાન હતા. બાબા પુરંદરેમાંથી શિવશાહીર, ઈતિહાસવિદ્‌ બાબાસાહેબ પુરંદરે થવાને હજુ વાર હતી. ત્‍યારે પણ હાથમાં આવેલી બે ત્રણ મિનિટમાં જ તેમણે પરિસ્‍થિતિનું સચોટ વર્ણન કર્યું. તેમણે કહ્યું, ‘અઢારસો સત્તાવનના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં આપણે પરાજય સ્‍વીકારવો પડયો. એ પછી વિજય મેળવવા માટે એવી કોઈ ચઢાઈ થઈ જ નહીં. આજે આપણે આપણી વય, આપણાં સાધનો અને સંખ્‍યાની મર્યાદા તેમ જ શત્રુની ક્ષમતા એ બધાનું સ્‍વરૂપ જાણતા હોવા છતાં આપણી પૂરી શક્‍તિથી ઈ.સ.1857ના પરાજયનો બદલો લેવાના છીએ. શત્રુને જીતવા આપણા સૌના આદર્શ અને આરાધ્‍ય છત્રપતિ શિવાજી મહારાજનું સ્‍મરણ કરીને વિજય મેળવવાના વિશ્વાસથી અગ્રેસર થઈ રહ્યા છીએ.’ આ ટૂંકું પણ પ્રભાવી સંબોધન સંપન્ન થતાં જ બધા પ્રત્‍યક્ષ કાર્યવાહી માટે સજ્જ થયા.
આગળ જનારી ટુકડીના લોકો મુખ્‍યાલયથી થોડે દૂર ડાબી બાજુ વળળીને લગભગ પોણો કિ.મી.ના અંતરેથી ફટાકડાં ફોડતારહ્યા. તેમણે બે પ્રકારની સાવચેતી રાખી હતી. એક તો મુખ્‍યાલયથી બંદૂકની ગોળી પહોંચી શકે તેનાથી વધુ અંર રાખવું અને બે ભીંતની વચ્‍ચે મોટા ફટાકડા રાખીને ફોડતા રહેવું. જેથી ગોળીબાર ચાલુ હોય તેવો આભાસ થઈ શકે. તેમની આ યુક્‍તિ ઘણી અસરકારક સાબિત થઈ.
પાછળની સીડી પરથી વિષ્‍ણુપંત ભોપળે, વસંત બડવે, શાંતારામ વૈદ્ય શિવરામ ઠુસે વગેરે બાર જણા આગળ વધ્‍યા. તેમની પાસે પોતાનાં શષાો હતાં અને એ ચલાવવાની આવડત અને ક્ષમતા પણ હતાં. દાદર ચઢીને વરંડામાં પગ મૂકતાં જ તેમને ત્‍યાંની સ્‍થિતિનો ખ્‍યાલ આવી ગયો. હુમલો ઈમારતની આગળની બાજુથી એટલે જ્‍યાંથી ગોળીબારનો અવાજ આવતો હતો ત્‍યાંથી થશે એમ માનીને જ બધી વ્‍યૂહરચના કરવામાં આવી હતી. પાછલા વરંડામાં જે 8-10 સૈનિકો હતા તેમનું પણ બધું ધ્‍યાન આગળની બાજુએ જ હતું.
વરંડાની બારી પર ચઢીને શિવરામ ઠુસે, બારક્‍યા નિજામપુરકર અને વસંત બડવેએ અંદર કૂદકો માર્યો. શિવરામે કૂદકો મારતાં તેનો પગ કોઈ વસ્‍તુ પર પડયો તેથી જમીન પર સીધો ઉભો રહેવાને બદલે ચત્તો પડયો. તે ફરી ઉભી થાય તે પહેલાં જ અંદરના એક સૈનિકે તેની છાતી પર જ બંદૂક નોંધી. એનું પરિણામ શું હોઈ શકે એ તો સ્‍પષ્‍ટ જ હતું. એવામાં જ વિષ્‍ણુ ભોપળેએ પોતાની કુહાડી વડે એ સૈનિકનો હાથકોણી પાસેથી ઉડાવી દીધો. બીજી તરફ વસંત બડવે પણ સરખી રીતે પડયો નહીં અને પહેલાં પ્રસંગની જ પુનરાવૃત્તિ થઈ. આ વખતે શાંતારામે બાજી સંભાળી લીધી. પોતાની જાપાની રાયફલની અણી દુશ્‍મનની છાતીમાં ભોંકતાં જ તે ઘાયલ થયો. ઘાયલ થયેલા સૈનિકને છોડાવવા ત્રણ ચાર સિપાહીઓ આગળ આવ્‍યા ત્‍યાં સુધીમાં તો શાંતારામે રાયફલની કળ દબાવી દીધી અને જખમી સિપાહી ભોંય ભેગો થયો. આ બધો બનાવ ગણતરીની ક્ષણોમાં જ બની ગયો. પણ પોર્ટુગીઝ સિપાઈઓને સાચી પરિસ્‍થિતિનો ખ્‍યાલ આવી ગયો. ત્‍યાં જ પાછળની સીડી પરથી બીજા 20-22 યુવાનો પણ આવી પહોંચ્‍યા હતા. તે જોતાં જ વરંડામાં ઉપસ્‍થિત 10-12 પોર્ટુગીઝ સૈનિકોએ હાથ ઊંચા કરીને શરણાગતિનો સંકેત આપી જ દીધો. આ શરણાગતિની ખબર હજુ આગળના ભાગમાં પહોંચી ન હતી. એ લોકો તો સામેની બાજુ પ્રતિકાર કરવાની તૈયારીમાં વ્‍યસ્‍ત હતા. ત્‍યાં સુધીમાં બધા સ્‍વાતંત્ર્ય સૈનિકો રાયફલ નોંધેલી રાખીને આગળના ઓરડામાં પ્રવેશ્‍યા. તેમાંથી મોટાભાગના આગળના વરંડા સુધી પહોંચી ગયા. અંદર પ્રવેશતાં જ ધનાજીએ પહેલાં ‘શષાો નીચે નાખો, કોઈ ગરબડ કરશો તો યાદ રાખજો,’ એવો આદેશ આપ્‍યો. દરમિયાન ઈમારતની બંને તરફથી બીજા 30-35 યુવાનો પણ આગળના ભાગમાં પહોંચી ગયા હતા. આગળના ભાગે રહેલાપોર્ટુગીઝ સૈનિકોને હવે સમગ્ર પરિસ્‍થિતિનો ખ્‍યાલ આવી ગયો. તેમણે પણ એક પછી એક હાથ ઊંચા કરવાની શરૂઆત કરી દીધી.
આ સમયે બીજી એક બાબત પણ વિશેષ રૂપે ધ્‍યાનમાં આવી કે આ સૈનિકોમાંથી એક પણ સૈનિક પોર્ટુગીઝ ન હતો. પોર્ટુગીઝ અસ્‍મિતાનું તેમને કોઈ આકર્ષણ પણ ન હતું. આધુનિક શષાો ઉપલબ્‍ધ હોવા છતાં તેનો ઉપયોગ કરવા માટે અંતઃકરણમાં રાષ્‍ટ્રભક્‍તિની પ્રેરણા ન હોય તેવી ભાડુઆત સેના ઉપયોગી થઈ શકે નહીં એવું ઉદાહરણ એટલે આ પોર્ટુગીઝ સૈનિકો. જીવ જોખમમાં નાખીને પ્રતિકાર ન કરવાનું કારણ તેમના ચહેરા પર સ્‍પષ્‍ટ દેખાતું હતું. શક્‍ય છે કે તેમની સાથે ફિદાલ્‍ગો કે ફાલ્‍કાવમાંથી કોઈ હાજર રહ્યું હોત તો તેમણે થોડું ઘણું શૌર્ય બતાવ્‍યું હોત. પરંતુ નાસી ગયેલા અધિકારીઓના પ્રદેશના સંરક્ષણ માટે જાતને હોડમાં મૂકવાની તેમનામાંથી કોઈની ખાસ ઈચ્‍છા ન હતી. છતાં વાતાવરણમાં તણાવ હતો જ. હાથોહાથની લડાઈમાં હથિયારોનો ઉપયોગ થવા માટે એકાદ ચિનગારી પણ પૂરતી થઈ પડે તેમ હતું.

(ક્રમશઃ)

Related posts

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

Leave a Comment