February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખનો શપથવિધી સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ પ્રમુખની શપથવિધિ યોજાઈ હતી. લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઈન્‍ટીગ્રેટેડના પ્રમુખશ્રી લાયન પ્રિતી નાંબિયાર દ્વારા ટ્રાન્‍સપોર્ટસ ક્‍લબ સ્‍પોન્‍સર કરાઈ જેનું વાપી ખાતે આવેલ ઉપાસના હોલ વર્ષ 2024-25 લાયન્‍સ ક્‍લબ રિજિયન-6 3232એફ2ના નવી બનેલ ક્‍લબ લાયન્‍સ ક્‍લબ ઓફવાપી ટ્રાન્‍સપોર્ટના પ્રમુખ, સચિવ, ખજાનચી તેમજ અન્‍ય પદાધિકારીઓના શપથવિધિ સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના ઈન્‍સ્‍ટોલિંગ ઓફિસર તરીકે બેંગ્‍લોરથી ડિસ્‍ટ્રિક્‍ટ 317બીના પીડીજી લાયન મોનોકા સાવંત એમજીએફ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમણે વિધિવત દરેક પદાધિકારીઓને શપથ લેવડાવી હતી. ક્‍લબના પ્રમુખને જણાવ્‍યું હતું કે, ‘‘તમને એક વર્ષનો સમયગાળો મળ્‍યો છે તો આખા વર્ષ દરમિયાન બને એટલા જનસેવા અને સમાજસેવા કાર્ય કરવા જણાવ્‍યું હતું. તેમજ સર્વે ક્‍લબ મેમ્‍બરોને પણ કહ્યું કે, ‘‘આપણે બધાએ સેવાનો માર્ગ અપનાવ્‍યો છે તો દયાભાવ રાખવું, લાયન સમુદાયમાં સેવા પ્રત્‍યે આશા જાગૃત કરવું, લોકોની સેવા કરી તેમના જીવનમાં પરિવર્તન લાવવું અને સાથે સાથે પોતાના જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ.”
મેમ્‍બરોને સેવાનું મહત્ત્વ સમજાવતા જણાવ્‍યું હતું કે, આ શપથવિધિ સમારોહમાં ક્‍લબ મેમ્‍બરોએ ભાગ લઈ વિધિવત વર્ષ દરમિયાન સમાજસેવા અને જનસેવા નિઃસ્‍વાર્થપણે કરવાની શપથ લીધી હતી. ક્‍લબનાં પ્રમુખ લાયન બાલાજી એએમ, સચિવ લાયન નવરતન મિશ્રા, ખજાનચી લાયન રાજબીર સિંહ અને ફર્સ્‍ટ વીપી લાયન પ્રહલાદ યાદવ તેમજ અન્‍ય પદાધિકારીઓએ શપથ લઈ કાર્યભાર લીધો હતો. આ સમારોહમાં લાયન્‍સ ક્‍લબના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નરલાયન પરેશ પટેલ, ફર્સ્‍ટ લેડી લાયન હીના પટેલ, એસવીડીજી લાયન હેમલ પટેલ, પીવીએમસીસી લાયન મુકેશ, પીએમસીસી લાયન પી.ડી. ખેડકર, પીડીજી લાયન સંજીવ કેસરવાની, આરસી મીનાક્ષી કેસરવાની, જીએમટી કો-ઓર્ડીનેટર લાયન દિવાકરન નામ્‍બિયાર, લાયન શ્રીનિવાસુ મીટા, વાપી ઈંટીગ્રેટેડ ક્‍લબના પીએસટી ટીમ, ઝેડસી, પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ તેમજ પધારેલ સર્વે લાયન મેમ્‍બરો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રભુને યાદ કરી પ્રાર્થના કરી કરવામાં આવી હતી.

Related posts

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

દાનહમાંથી સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્‍ટાચાર અને આતંકની રાજનીતિ હવે પૂર્ણઃ પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment