(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: કપરાડાનો કુંભઘાટ અકસ્માત ઝોન બની ચુક્યો છે. છાશવારે અહીં વિચિત્ર અને દુઃખદ અકસ્માત સર્જાતા રહે છે. ગતરોજ કુંભઘાટ ચઢી નહી શકતા મહાદેવ મંદિર સામે કપાસીયાની બી ભરેલ ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ચાલકનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો.
કપરાડાના કુંભઘાટ મહાદેવ મંદિર પાસે તામિલનાડુથી પંજાબ જવા કપાસીયાના બીજ ભરેલી ટ્રક નં.ટીએન 29 સીબી 4921 ઘાટ ચઢી નહી શકતા પલટી મારી ગઈ હતી. કપાસીયા બી ભરેલી બોરીઓ રોડ ઉપર ફેલાઈ ગઈ હતી. જેને લઈ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. મજુરો દ્વારા બોરી ખસેડીને પોલીસે ટ્રાફિક કન્ટ્રોલ કરી લીધો હતો. કપરાડા કુંભઘાટ ઉપરનિરંતર ટ્રકો પલટી મારતી રહે છે પરંતુ તંત્ર દ્વારા જરૂરી પગલા ભરાતા નથી.