December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
અહીંના બાલ ભવન-દીવમાં વર્ષ દરમ્‍યાન વિવિધ એક્‍ટિવિટીસ થતી જ રહે છે… તેનો દીવના બાળકોને ખૂબ જ લાભ મળે છે.
તાજેતરમાં જ તા.07-12-2021 થી તા.11-12-2021 પાંચ દિવસ સુધી ચાલેલા વ્‍ત્‍ચ્‍ ્રૂ ઝળ્‍ચ્‍(ટાઈ એન્‍ડ ડાઈ) ષ્‍ંશ્વત્ત્તત્ર્ંષ્ટમાં આશરે 30 જેટલા બાળકોએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. વર્કશોપમાં જયપુર (રાજસ્‍થાન)થી આવેલા એક્‍સપર્ટ શ્રી બાદશાહ ખાને સફેદ કાપડમાંથી અલગ-અલગ કલરથી બાંધણ અને લહેરિયા કેમ બને તે શીખવાડયું હતું.
અલગ-અલગ રીતે સફેદ કાપડને દોરાથી બાંધી પછી રંગમાં ડુબાડવાથી કેવી કેવી આકર્ષક ડિઝાઈન બને તે શીખવ્‍યું. દરેક બાળકોએ પોતાની રીતે જ પાંચ દિવસમાં પાંચ-પાંચ ડિઝાઈન બનાવી હતી. સાથોસાથ બાલ ભવન-દીવનાં સ્‍ટાફને પણ ખુબ જ રસ પડતા બાળકો સાથે ડિઝાઈનબનાવી હતી.
આ વર્કશોપની સફળતા માટે બાલ ભવન-દીવના ડાયરેક્‍ટર, શ્રી પ્રેમજીત બારીયાએ ખૂબ જ મહેનત કરી હતી અને વેસ્‍ટ ઝોન કલ્‍ચરલ સેન્‍ટર-ઉદયપુરનો ખૂબ જ આભાર માન્‍યો હતો. જેમણે આ એક્‍સપર્ટ શ્રી બાદશાહ ખાનને ‘‘ટાઈ એન્‍ડ ડાઈ” વર્કશોપ માટે મોકલ્‍યા હતા.
દીવ કલેક્‍ટર શ્રીમતી સલોની રાય આઈએએસનાં સહકાર અને માર્ગદર્શનથી બાલ ભવન-દીવ પ્રવૃતિમય રહે છે… અને આ પછી ઙ્કય્‍ચ્‍લ્‍ત્‍ફ ખ્‍ય્‍વ્‍ઙ્ઘ ષ્‍બ્‍ય્‍ધ્‍લ્‍ણ્‍બ્‍ભ્‍ આવતા અઠવાડિયામાં શરૂ થશે. જેમાં લેમિનેશન કેમ્‍પ કરી શકાય તેની કલા શીખવવા માટે અમદાવાદથી એક્‍સપર્ટ આવશે.

Related posts

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment