Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિવેકભાઈ વેલફર ગ્રુપ દ્વારા આયોજિત ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટે સમગ્ર જિલ્લામાં જમાવેલુ આકર્ષણ

વલસાડ જિલ્લામાં છેલ્લાદસ વર્ષથી યોજાતી ઈન્‍ટર સ્‍કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ઈન્‍દુબેન શીલ્‍ડમાં આ વર્ષે 23 હાઈસ્‍કૂલની ટીમે ઉત્‍સાહભેર ભાગ લઈ કરેલું ભવ્‍ય પ્રદર્શન કર્યું હતું જેમાં અંતે ફાઈનલ મુકાબલામાં ફણસાની વાડીયા હાઈસ્‍કૂલની ભવ્‍ય જીત પારડી ડીસીઓ હાઈસ્‍કૂલ સામે થવા પામી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકામાં નારગોલ ખાતે વિવેકભાઈ વેલ્‍ફેર દ્વારા છેલ્લા દસ વર્ષથી યોજાતી ઈન્‍દુબેન શીલ્‍ડ વલસાડ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહે છે. આ વર્ષે પણ યોજાયેલી આ ટુર્નામેન્‍ટ ભારે રોમાંચ સાથે પૂર્ણ થવા પામી હતી. ટુર્નામેન્‍ટમાં જિલ્લાની 23 શાળાની ટીમે ઉત્‍સાહભેર ભાગ લઈ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ અને એમનામાં રહેલી પ્રતિભાને પ્રદર્શન કરવાની તક આપતી આ ટુર્નામેન્‍ટમાં રણજીત ટ્રોફી રમાતી મેચના જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવે છે. આ વખતે પણ ટુર્નામેન્‍ટનું યુ ટયુબ ઉપર લાઈવ પ્રસારણ, લાઈવ સ્‍કોરની સુવિધા, મેચમાં એલઈડી સ્‍ક્રીન લગાવી થર્ડ અમ્‍પાયરની વ્‍યવસ્‍થા, દરેક મેચમાં બીડીસી અમ્‍પાયરની સુવિધા, ટુર્નામેન્‍ટમાં ખેલાડીઓને પ્રાથમિક સારવાર માટે ડો.આશિષ પટેલ અને એમની ટીમ ખડે પગે તેનાત રાખી ખેલાડીઓને આકર્ષિત કરવામાં આવ્‍યા હતા.ટુર્નામેન્‍ટમાં ફાઇનલ મુકાબલો ફણસાની વાડિયા હાઈસ્‍કૂલ અને પારડીની ડીસીઓ હાઈસ્‍કૂલ વચ્‍ચે થવા પામ્‍યો હતો. જેમાં ભારે રસાકસી બાદ ફણસાની વાડિયા હાઈસ્‍કૂલ ફાઈનલ વિજેતા બનવા પામી હતી. ગ્રાઉન્‍ડની ફરતે હજારોની સંખ્‍યામાં પ્રેક્ષકોની હાજરી જોવા મળી હતી. ખેલાડીઓએ ફટકારેલી સિક્‍સરના બોલ જે પ્રેક્ષક કેચ કરે એને પણ રોકડ રકમ ઇનામ તરીકે આપવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્‍ટનું સંચાલન વિવેક વેલફેર ગ્રુપના સભ્‍ય શ્રીમતી આરતીબેન પટેલ, શ્રી અંકુરભાઈ પટેલ, શ્રી ઋષિલભાઈ પટેલ, શ્રીમતી ધારાબેન પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ અને મિત્ર વર્ગના સહયોગથી કરવામાં આવ્‍યું હતું.

ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા માટે રોકડ ઈનામોની થયેલ વર્ષા

જિલ્લાના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાનું પ્રદર્શન કરવા માટે આયોજિત ટુર્નામેન્‍ટમાં પ્રોત્‍સાહન માટે ટ્રોફી અને ફાઈનલ મુકાબલામાં પ્રત્‍યેક સીકસ ઉપર રોકડ ઈનામની ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર, લકકી કેમિકલ કંપની ડાયરેક્‍ટ શ્રીમતી આરતીબેન પટેલ, કોળી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય અને ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પટેલ, સરીગામના અગ્રણીશ્રી મનીષભાઈ રાય, શ્રી મુન્નાભાઈ કોળી દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી ટુર્નામેન્‍ટમાં રોમાંચ વધી જવા પામ્‍યોહતો. આ ઉપરાંત ફાઈનલ મુકાબલા માટે રોકડ પુરસ્‍કારમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર તરફથી ફાઈનલ વિજેતાને 11000 અને ઉપવિજેતને 5000, લકકી કેમિકલ કંપની ડાયરેક્‍ટ શ્રીમતી આરતીબેન પટેલ તરફથી ફાઇનલ વિજેતાને 21000 અને ઉપવિજેતા અને 11000, ડોમ્‍સ કંપનીના મેનેજિંગ ડાયરેક્‍ટર શ્રી સંતોષભાઈ રવસીયા તરફથી ફાઈનલ વિજેતાને 14000 અને ઉપવિજેતાને 7000, એસઆઈએના સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખશ્રી શિરીષભાઈ દેસાઈ તરફથી ફાઈનલ વિજેતા ટીમના 11000 અને ઉપવિજેતા ટીમને 5000 નું રોકડ પુરસ્‍કાર આપી બહુમાન કરી વિજેતા અને ઉપવિજેતા ટીમને પ્રોત્‍સાહિત કરવામાં આવી હતી.

Related posts

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

Leave a Comment