(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.22: બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ દાંડીવાડ ચા મહારાજા અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશજીનું સ્થાપન કરાયું હતું. સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા તા.27-09-2023 ના દિને સાંજે 6.00 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેનો સર્વ ભક્તોએ લાભ લેવા જણાવાયું છે. શ્રી ગણેશજીનું વિસર્જન અનંત ચૌદશે તા.28-09-2023 ને ગુરૂવારના દિને રાખવામાં આવ્યું છે.