(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધોલાઈ બંદર, તા.28 : શ્રી માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદર દ્વારા નાના માછીમારોની દરિયામાં બોકસ ફિશિંગ દ્વારા નુકશાન થઈ રહ્યું છે. એ સમાધાન માટે નાના માછીમારોની રજૂઆત શ્રી માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદર પર આવી હતી. જેનો સુખદ રીતે સમાધાન લાવવા માટે બેઠકો યોજાઈ રહી છે. જેની કડીમાં આજે શ્રી પヘમિ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલ ટંડેલ, મહામંત્રી શ્રી ટી.પી.ટંડેલની વિશેષ ઉપસ્થિતિમાં ધોલાઈબંદર ખાતે બેઠક યોજાઈ હતી.
શરૂઆતમાં પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ટંડેલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ ઉપ પ્રમુખ શ્રી ઠાકોરભાઈ ટંડેલ તેમજ મંત્રીશ્રી સાગર ટંડેલે સમસ્યાથી થયેલ નુકશાન અંગે જાણકારી આપી હતી. સાથે સાથે શ્રી વિશાલ ટંડેલ અને શ્રી ટી.પી.ટંડેલે સંયુક્ત રીતે જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ આ લડત માટે તમારી સાથે રહેશે તેની ખાતરી આપીએ છીએ.
આ અવસરે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલ ટંડેલે બંદરની સ્થિતિ તથા તેના વિવિધ કાર્યો વિશેની પણ જાણકારી મેળવી હતી. તેમણે સમિતિના તમામ હોદ્દેદારોને બંદરનો વિકાસ કેવી રીતે થયો અને ભવિષ્યમાં બંદર ઉપર કેવી સુવિધાઓ ઊભી થશે તે વિષેની માહિતી આપી હતી. શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલ ટંડેલે ધોલાઈ બંદર ખાતે રાત્રિના સમયે મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું અને બંદરને ધમધમતું કરવા બદલ તમામ હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા. તેમણે ભરોસો અને વચન આપ્યું હતું હતું કે, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં અમે તમારી સાથે છીએ અને કાયમ રહીશું.
બેઠકમાં શ્રી જયંતીભાઈ ટંડેલ (મેથીયા), શ્રી મથુર દાસ ટંડેલ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.