October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

પરણીતાએ પુત્રીને જન્‍મ આપતા પતિ અને સસરાને પસંદ ન હોય દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડી વલસાડી ઝાંપા જલારામ મંદિરની બાજુમાં કુંભારવાડ ખાતે રહેતી હિનલબેન ઉમેશભાઈ ધો. પટેલની આંખો રાબડી, કોળીવાળ, પોસ્‍ટ પંચલાઈના પુનિતભાઈ છીબુભાઈ કોળી પટેલ સાથે મળી જતા અને પરિવારજનોએ પણ સંમતિ આપતા બંનેના લવ મેરેજ 2018 માં થયા હતા પરંતુ નાની નાની વાતોમાં બંને વચ્‍ચે ઝઘડા થતા હોય એકબીજાની મરજીથી બંને ઓગસ્‍ટ 2019 માંછુટા પડી પોતપોતાના ઘરે પારડી અને રાબડી ખાતે રહેતા હતા.
પરંતુ સોશિયલ મીડિયાના માધ્‍યમથી એકબીજા સાથે વાતચીત થતા ફરી એક વખત બંને નજીક આવતા પરિવારજનોની સહમતીથી તારીખ 4-1-2022 ના રોજ સગાઈ કર્યા બાદ ફરીથી તારીખ 11-2-2022 ના રોજ લગ્નગ્રંથિથી જોડાઈ બંને પતિ પત્‍ની તરીકેનું જીવન સુખ શાંતિથી ગુજારતા હતા.
પરંતુ આજથી દસ મહિના પહેલા હિનલે પુત્રીને જન્‍મ આપતા ફરી એકવાર એમના જીવનમાં વળાંક આવ્‍યો હતો અને સુખ શાંતિથી રહેતા પરિવારમાં પતિ અને સસરાને છોકરી ગમતી ન હોય હિનલ ને વારંવાર તું સાસરેથી કંઈ લાવી નથી હોવાનું કહી પતિ અને સસરા માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્‍યા હતા.
છેલ્લા થોડા સમયથી હિનલ પારડી પિયરમાં પોતાના પિતાના ઘરે 10 મહિનાની છોકરી વામીકા જોડે રહેતી હોય આજરોજ પતિ પુનીતે પારડી આવી હિનલ સાથે ઝઘડો કરી મારમારી હિનલની મોપેડ બર્ગમેન જીજે 15 ડી એન 3610 તોડી નાખતા હિનલે આખરે કંટાળી પતિ પુનીત અને સસરા છીબુભાઈ વિરૂધ્‍ધ શારીરિક અને માનસિક ત્રાસ અને દહેજની માંગ અંગેની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ઈન્‍ડિયન પીનલ કોડ કલમ 323 498 ક 427 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ 1961 ની કલમ 3 અને 4 જેવી કલમ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાછે.

Related posts

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment