December 1, 2025
Vartman Pravah
Other

વાપી જનમ ટ્રસ્‍ટ અને સલવાવ ગુરુકુળ દ્વારા લોક ડાયરો યોજાશે

25 ઓક્‍ટોબરના રોજ મુક્‍તાનંદ માર્ગ ચલા ખાતે યોજાશે ડાયરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: મા જનમ ટ્રસ્‍ટ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ વાપી ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ખાતે કોરોના મહામારીસમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્ની ઠારવાનું ઉમદા કાર્ય ‘‘મા જનમ ટ્રસ્‍ટ” દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ જે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ સંસ્‍થાનો સેવાકીય કાર્યો કરતી સંસ્‍થા જે નિરાધાર કન્‍યાઓને મફત નિવાસી શિક્ષણ આધુનિક સુવિધા સાથે પૂરું પાડવા સાથે આદિવાસી ક્ષેત્રમાં અનેક લોક કલ્‍યાણના કાર્યો કરે છે. આ બંને સંસ્‍થાના લાભાર્થે આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ રાત્રે 8.30 કલાકે વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક અને લોક સાહિત્‍યકાર તેજ્‍દાન ગઢવી તથા હાસ્‍ય કલાકાર કમલેશ પ્રજાપતિ ઉપસ્‍થિત રહી ભજન, ગીત-સંગીત અને હાસ્‍યની છોળ વરસાવશે. આ લોક ડાયરો નિઃશુલ્‍ક માણવા જાહેર જનતાને આમંત્રણ આપ્‍યું છે.

Related posts

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment