October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

એસોસિએટેડ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ ઓફ ઈન્‍ડિયા દ્વારા દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ઓમાનના સોહર પોર્ટ એન્‍ડ ફ્રી ઝોનના પ્રતિનિધિઓ સાથે દમણમાં થઈ વન ટુ વન મીટિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : એસોસિએટેડ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ ઓફ ઇન્‍ડિયા દ્વારા દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ઓમાનના સોહર પોર્ટ એન્‍ડફ્રી ઝોનના પ્રતિનિધિઓ સાથે વન ટુ વન મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વૈશ્વિક વેપાર અને રોકાણના વિઝન ઉપર પોતાના વિચારો વ્‍યક્‍ત કરવાની તક દમણના ઉદ્યોગપતિઓને ઓમાનના ઔદ્યોગિક પ્રતિનિધિઓ સાથે મળી હતી. આ વન ટુ વન મીટિંગમાં ઓમાનના પ્રતિનિધિઓએ પોતાના ઉત્‍પાદનના રો-મટેરિયલ ઉપર પણ ચર્ચા કરી હતી. તેમણે દમણના ઉદ્યોગપતિઓ સાથે અરસ-પરસના વેપારના મુદ્દે પણ અનેક મહત્ત્વના પરિબળો ઉપર ચર્ચા કરી હતી.
ઓમાનના પ્રતિનિધિઓ અને દમણના ઉદ્યોગપતિઓ સાથે થયેલ વન ટુ વન બેઠક બાદ દમણના ઉદ્યોગ જગતને એક નવી દિશા મળવાની સંભાવના પણ વધી ગઈ છે. આ કાર્યક્રમમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. ઓમાનના પ્રતિનિધિઓ દમણના ઉદ્યોગપતિઓ સાથે મળી ખુબ ખુશ થયા હતા અને ભવિષ્‍યમાં ઓમાન-દમણ વચ્‍ચે ઔદ્યોગિક રોકાણનો સેતૂ બનવાની સંભાવના વધી ગઈ છે.

દમણનો વિકાસ નિહાળી આફરીન પોકારી ગયેલા ઓમાનના પ્રતિનિધિઓ

ડી.આઈ.એ.ના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે ઓમાનના પ્રતિનિધિઓનું પુષ્‍પગુચ્‍છથી કરેલું અભિવાદન

ઓમાનના પ્રતિનિધિઓ દમણના થયેલા વિકાસથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેમણેડી.આઈ.એ.ના પૂર્વ અધ્‍યક્ષ અને ઉદ્યોગપતિ શ્રી પવન અગ્રવાલ સમક્ષ દમણના વિકાસની ખુબ જ પ્રશંસા કરી પ્રશાસનનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
પ્રારંભમાં ડી.આઈ.એ.ના પૂર્વ અધ્‍યક્ષ અને ઉદ્યોગપતિ શ્રી પવન અગ્રવાલે ઓમાનથી આવેલા પાંચ પ્રતિનિધિઓનું પુષ્‍પગુચ્‍છ આપી અભિવાદન કર્યું હતું અને તેમની સાથે ઉદ્યોગ અને રોકાણના સબંધમાં ચર્ચા-વિચારણાં પણ કરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

સેલવાસ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિતે કરાયેલી શસ્ત્રપૂજા

vartmanpravah

પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાતમંદ બાળકો વચ્‍ચે ઉજવી નવો રાહ ચીંધ્‍યો

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવી

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment