October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આંતર શાળા એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલના વિદ્યાર્થીએ મેળવેલો પ્રથમ ક્રમ

શોટપૂટ અને 100 મીટર દોડમાં નસીમે હાંસલ કરેલો તૃતિય ક્રમઃ બંને ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી કરાયા સન્‍માનિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : રમત ગમત વિભાગ દમણ, દ્વારા જિલ્લા સ્‍તરીય આંતર શાળાઓની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા સ્‍તરીય એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધાનું પણ યોજવામાં આવી હતી. આ દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલ નાની દમણના વિદ્યાર્થી રાજકુમાર લલ્લન પ્રથમ ક્રમે વિજેતા બન્‍યા હતા. આ ઉપરાંત અન્‍ય વિદ્યાર્થી નસીમે શોટપૂટ અને 100 મીટર દોડમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. બંને વિદ્યાર્થી રાજકુમાર લલ્લન અને નસીમને મેડલ અનેટ્રોફી આપી સન્‍માનિત કરાયા હતા. રમત ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણના શિક્ષક શ્રી મહલપ્‍પાએ માર્ગદર્શન પુરું પાડયું હતું.
શાળા તથા જિલ્લાનું નામ રોશન કરનાર બંને વિદ્યાર્થી અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીને હેડ માસ્‍ટર શ્રી કિરીટભાઈએ અભિનંદન અને શુભેચ્‍છા આપી હતી.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભીમપોર સરકારી આશ્રમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

દમણ નગરપાલિકાની ટીમે કલેક્‍ટર તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment