December 1, 2021
Vartman Pravah
Breaking News ગુજરાત દમણ દીવ દેશ સેલવાસ

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલકૂદ મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા 18 ઓક્‍ટોબરના રોજ ‘ક્‍લીન ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત નાની દમણ જેટી ખાતે સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સ્‍વચ્‍છ ભારતના સપનાને સાકાર કરવા માટે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્‍સવ અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આ ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ 01થી 31 ઓક્‍ટોબર, ર0ર1 સુધી આયોજીત કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં તમામ યુવાઓએ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 100 કલાક શ્રમદાન કરવાનો અને અન્‍ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપવાનો સંકલ્‍પ લીધો હતો. ત્‍યારબાદ યુવાનોએ નાની દમણ જેટીમાં સફાઈનું કામ કર્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્‍દ્ર અને રાષ્‍ટ્રીય સેવા યોજનાના યુવા સ્‍વયંસેવકો સામેલ હતા. કાર્યક્રમનો ઉદ્દેશ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરામાંથી છુટકારોમેળવવાનો અને લોકોને સ્‍વચ્‍છતા અંગે જાગળત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા નહેરુ યુવા કેન્‍દ્ર સંગઠન ગુજરાતના રાજ્‍ય નિયામક મનીષા શાહે યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે વડાપ્રધાનના નેતળત્‍વમાં દેશ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ આ કાર્યક્રમમાં એનએસએસ નોડલ ઓફિસર આરસી અગ્રવાલ, નહેરુ યુવા કેન્‍દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમા કૈથવાસ, એનએસએસના કાર્યક્રમ અધિકારી શ્રી ભાવેશ, જસમીત, ઉષા અને પ્રોગ્રામ સુપરવાઈઝર ચંદ્રકાન્‍ત, શ્રી નરેન્‍દ્ર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજનમાં રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક શિવાની, ધૃવ, સ્‍નેહા અને હર્ષિલની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહી હતી.

Related posts

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

vartmanpravah

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment