Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

દાનહ અને દમણ-દીવનો વિદ્યાર્થી પોતાના પ્રદેશની ભૂગોળ કે ઈતિહાસ પણ ભણી શકતો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘નિર્માણ’ દિવસ તરીકે 26મી જાન્‍યુઆરીને ઉજવવાનું નક્કી થતાં દાદરા નગર હવેલીનો મુક્‍તિ દિવસ 2જી ઓગસ્‍ટ અને દમણ-દીવનો મુક્‍તિ દિવસ 19મી ડિસેમ્‍બર પ્રશાસનિક સ્‍તરે અપ્રસ્‍તુત બની ચુક્‍યો છે. આ બંને મુક્‍તિ દિવસોની પ્રદેશ સ્‍તરે થતી ઉજવણી બંધ કરી હવે તેને એક જિલ્લા કે તાલુકા કક્ષાની ઉજવણીની શ્રેણીમાં મુકવામાં આવ્‍યા છે. બંને દિવસોએ મળતી જાહેર રજા પણ પ્રશાસન દ્વારા બંધ કરાઈ છે. જેના કારણે હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુક્‍તિ દિવસના ઈતિહાસથી આવનારી પેઢી અજાણ રહી શકે છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુક્‍તિ દિવસની ઉજવણી ઉપર પ્રશાસનિક સ્‍તરે અંકુશ મુકાયા છે. પરંતુ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ, રાજનેતા વગેરે મુક્‍તિ દિવસની ઉજવણીના સમારંભના આયોજન માટે સ્‍વતંત્ર છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઈતિહાસથી એક આખી પેઢી અજાણ રહી છે. –
કારણ કે, શૈક્ષણિક રીતે ગુજરાત અને મહારાષ્‍ટ્ર બોર્ડ સાથે જોડાણહોવાના કારણે દાનહ અને દમણ-દીવનો વિદ્યાર્થી પોતાના પ્રદેશની ભૂગોળ કે ઈતિહાસ ભણી શકતો નથી. આ મુદ્દે અત્‍યાર સુધી પ્રશાસનિક સ્‍તરે પણ કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી.
હવે દાનહ અને દમણ-દીવના મુક્‍તિ દિવસની ઉજવણી પણ ક્રમશઃ રીતે બંધ થઈ રહી છે ત્‍યારે આવનારી પેઢી પોતાના પ્રદેશના ઈતિહાસ અને ભૂગોળથી વંચિત રહી જશે. આ બંને પ્રદેશોના મુક્‍તિ સંગ્રામનો અધિકૃત ઈતિહાસ પણ હજુ સુધી સંભવતઃ ગ્રંથસ્‍થ નથી. દમણ અને દીવનો ઈતિહાસ ગોવાના ગેઝેટરિયરમાં ઉપલબ્‍ધ છે. પરંતુ દાદરા નગર હવેલી માટે અધિકૃત ઈતિહાસ ઉપલબ્‍ધ કરાવવો ખુબ જરૂરી છે.
અત્રે યાદ રહે કે, પોર્ટુગીઝોને દાદરા નગર હવેલી કરતા દમણ અને દીવ પ્રત્‍યે વધુ સ્‍નેહ હોવાનું જણાય છે. જેના ફળસ્‍વરૂપ પોર્ટુગીઝ સરકારે 1961 પહેલાં દમણ અને દીવમાં જન્‍મેલા નાગરિકોને પોર્ટુગલની નાગરિકતા મળી શકે એવી કરેલી વ્‍યવસ્‍થાનો લાભ આજે દમણ અને દીવના સેંકડો લોકોએ લીધો છે અને વાયા પોર્ટુગલ થઈ યુ.કે.ના નાગરિક બની ભારત સરકારને પણ વિદેશી હૂંડિયામણ રળી આપી રહ્યા છે.

Related posts

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

Leave a Comment