October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

એન્‍ટરપ્રિનિયર, ઈન્‍ડસ્‍ટ્રીઝ કેટેગરી, હેલ્‍થ, જાહેર સંસ્‍થા જેવી કેટેગરીની પ્રતિભાનું સંકલન યુવાનોએ કરી પુસ્‍તકમાં કંડાર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીના પાંચ જેટલા યુવાનોએ અથાગ પ્રયત્‍ન કરીને વાપી વલસાડ જિલ્લાની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓનું આલેખન સાથેનું મેગેઝીન ‘‘ધ સિટી ઓફ કાર્નિવલ”નો વિમોચન કાર્યક્રમ યોજાયો.
કરમબેલા હાઈવે કલ્‍પતરુ ફુડ હબ હોલમાં યોજાયેલ વિમોચન કાર્યક્રમમાં ‘‘ધ સિટી ઓફ કાર્નિવલ” મેગેઝીનનું વિમોચન ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાજપ આર્થિક સેલના જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍ય મહેમાન પદેથી પૂર્વ મંત્રી ધારાસભ્‍ય રમણલાલ પાટકરે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. જુદી જુદી કેટેગરી એન્‍ટરપ્રિનિયર, ઈન્‍ડસ્‍ટ્રીઝ, હેલ્‍થ, જાહેર સંસ્‍થાઓ વિશેષ્‍ઠ કામગીરીઓને પુસ્‍તકમાં આલેખાઈ છે. સમારંભમાંપ્રતિષ્‍ઠાઓનું એવોર્ડ આપી સન્‍માન કર્યું હતું. પુસ્‍તકનું આલેખન 20 થી 30 વર્ષના યુવાનો હર્ષ મિશ્રા, ધૃવ પંચાલ, જગદિશ રંગપરિયા, રાહુલ પંડિત અને રૂચિ મોટાએ કર્યું છે. પુસ્‍તકમાં જિલ્લાની ઉપયોગી માહિતીનો પણ સમાવેશ કરાયો છે.

Related posts

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે સત્‍યેન્‍દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્‍યાના સમાધાન માટે આપેલો કોલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

Leave a Comment