October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગાંધીનગર, તા.03 : દેશની પ્રતિષ્ઠિત નેશનલ લૉ યુનિવર્સિટીઓમાં 2024માં શરૂ થતાં સ્‍નાતક (એલએલબી) તેમ જ અનુસ્‍નાતક (એલએલએમ) કોર્સમાં પ્રવેશ માટેની કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે રવિવારે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે યોજાઈ હતી.
નેશનલ લૉ યુનિવર્સિટીઓના કોન્‍સોર્સીયમ દ્વારા દર વર્ષે આ ટેસ્‍ટનું આયોજન કરવામાં આવે છે. અગાઉ આ ટેસ્‍ટ જે તે વર્ષના મે માહિનામાં લેવામાં આવતી હતી, પરંતુ ગયા વર્ષથી આ ટેસ્‍ટ અગાઉના ડિસેમ્‍બર માહિનામાં લેવામાં આવે છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે CLAT માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્‍યામાં 24.5 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર ટેસ્‍ટ સેન્‍ટર અને પાડોશી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં સેલવાસ અને દીવ એમ છ કેન્‍દ્રમાં ટેસ્‍ટનું સંચાલન ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ છ કેન્‍દ્રમાં 1148 ઉમેદવાર પૈકી 1106 ઉમેદવાર એટલે કે 96 ટકા ઉમેદવાર ટેસ્‍ટમાં હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે 626 ઉમેદવારોએ ટેસ્‍ટ આપી હતી. સંઘપ્રદેશના પ્રથમ વખત સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે નોંધાયેલા તમામ 59 ઉમેદવાર આજે ટેસ્‍ટમાં હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં પણ હાજરીનો દર 96 ટકા જેવો ઊંચો રહ્યો હતો.
દીવના કેવડી સ્‍થિત એજ્‍યુકેશન હબ ખાતે આયોજીત પરીક્ષા કેન્‍દ્રમાં કુલ 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિક્ષા બપોરે બે વાગ્‍યાથી ચાર વાગ્‍યા સુધી લેવામાં આવીહતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહ પૂર્વક પરીક્ષામાં ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન દીવ કલેક્‍ટર ભાનુ પ્રભા ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને ચોકલેટ અને બોલપેન આપી શુભેચ્‍છા પાઠવી હતી.
અત્રે યાદ રહે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ એજ્‍યુકેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓને કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં જ દરેક ક્ષેત્રે તક મળી રહે તેને લઈને અથાક પરિશ્રમ કરી રહ્યા છે. જેના પરિણામે જ આજે સેલવાસ કેન્‍દ્ર ખાતે આ વર્ષથી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના કેમ્‍પસની સ્‍થાપના બાદ સંઘપ્રદેશમાં સૌપ્રથમ વખત કોમન લૉ એડમિશન ટેસ્‍ટ(ઘ્‍ન્‍ખ્‍વ્‍)ની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના સેન્‍ટર સુપ્રિટેન્‍ડેટ શ્રી નિતિન ગજવાની (પ્રિન્‍સિપાલ પોલીટેકનિક), ઈન્‍ગ્‍લેટર શ્રી બંસી વ્‍યાસ, લેક્‍ચરર ઈન કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગ, ઓબ્‍ઝર્વેશન ડો. ગિરિશ ઠક્કર (પ્રોફેસર ઈન ઞ્‍ફન્‍શ્‍) ઉપસ્‍થિત રહી પરીક્ષા દરમિયાન સેવા આપી હતી.

Related posts

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

Leave a Comment