January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

સરપંચ શંકરભાઈ પટેલના નેતૃત્‍વમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો લીધેલો લાભઃ મોદી સરકારની યોજનાઓથી ગ્રામજનો પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કડૈયા પંચાયત ઘર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દમણ જિ.પં. સભ્‍ય શ્રીમતી મૈત્રીબેન પટેલ સહિત અનેક સભ્‍યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના કલાકારોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. મરવડ પંચાયત ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનામાં પ્રથમ હોવાથી સરપંચ શ્રી શંકરભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. કડૈયા પંચાયત વિસ્‍તારનાબેસ્‍ટ આંગણવાડી કર્મચારી, આશા કાર્યકર્તા, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ તથા નિબંધ અને ચિત્રકલા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા. આ અવસરે ઉપસ્‍થિત તમામે વિકસિત ભારતના સંકલ્‍પ શપથ લીધા અને વૃક્ષારોપણ અને સ્‍વચ્‍છતા અભિયાન ચલાવાયું હતું.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ કડૈયાના વાડી ફળિયા, પટેલ ફળિયા, નવી નગરી, માહ્યાવંશી ફળિયા, કડૈયા માછીવાડ, ભંડારવાડ અને કડૈયાના અન્‍ય વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.

Related posts

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્‍સ્‍મિક બનાવો રોકવા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા સૂચનો

vartmanpravah

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

vartmanpravah

Leave a Comment