Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

ડીએનએચડીડી કબડ્ડી એસોસિએશને દાનહના એસ.પી. સમક્ષ કરેલી ફરિયાદઃ ઝીણવટપૂર્વક તપાસની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કબડ્ડીની રમતને પ્રોત્‍સાહન આપવા સક્રિય બહુમતિ આદિવાસી સભ્‍યો ધરાવતા ડીએનએચડીડી કબડ્ડી એસોસિએશને સેલવાસના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ સમક્ષ ડુંગરા-વાપી, ગુજરાત ખાતે રહેતા ચિરંજીવ અશેષ ઝા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કબડ્ડીની રમતને પ્રોત્‍સાહન આપવા સક્રિય અને રજીસ્‍ટર્ડ સંસ્‍થા ડીએનએચડીડી કબડ્ડી એસોસિએશનના પ્રમુખ તરીકે ડો. અવધેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ પદે એડવોકેટ શ્રી સની ભીમરા અને સચિવ તરીકે શ્રી વિનોદ એલ. કોમ્‍બ સેવા આપી રહ્યા છે. જ્‍યારે વાપી નજીક ડુંગરા ખાતે રહેતા ચિરંજીવ અશેષ ઝાએ 10મી ડિસેમ્‍બર, 2023ના રોજ દિલ્‍હી ખાતે આયોજીત એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં ગેરકાયદેસર રીતે ભાગ લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી કબડ્ડી એસોસિએશનનીસ્‍થાપના 2007માં થઈ હતી અને તેનું રજીસ્‍ટ્રેશન પણ કરાવાયું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થતાં ફરી સબ રજીસ્‍ટ્રાર પાસે નામ ચેન્‍જ કરાવી દાદરા નગર હવેલી અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન(ડીએનએચડીડી) તરીકે અધિકૃત માન્‍યતા પણ લેવામાં આવી હતી. તે દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશનના નામથી એક સમાંતર બીજી સંસ્‍થા પણ રજીસ્‍ટર્ડ થઈ હોવાનું ધ્‍યાનમાં આવતાં ડીએનએચડીડી કબડ્ડી એસોસિએશને સબ રજીસ્‍ટ્રારને ફરિયાદ કરતા સુનાવણી દરમિયાન પાછળથી રજીસ્‍ટર્ડ થયેલ સંસ્‍થાએ પોતાનો દાવો છોડી દીધો હતો.
હવે ચિરંજીવ અશેષ ઝા નામના શખ્‍સે પોતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશનનો અધિકૃત પ્રતિનિધિ હોવાનો બોગસ દાવો કરી દિલ્‍હી ખાતે યોજાયેલ એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં ભાગ પણ લીધો હતો. જેની સામે વાંધો ઉઠાવી મહામંત્રી શ્રી વિનોદ લખમા કોમ્‍બે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કબડ્ડી સહિતની વિવિધ રમતોના બોગસ એસોસિએશનો ઉભા કરી પોતાના પ્રદેશના ખેલાડીઓને નેશનલ ગેમમાં સામેલ કરવા થતા ગોરખધંધા

નેશનલ ગેમમાં ભાગ લેનાર ખેલાડીને સરકારી નોકરી તથા ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં મળતી અગ્રતા

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંક્રિકેટના ક્ષેત્રે પણ મોટું ભોપાળુ ચાલતું હોવાની ચર્ચાઃ ક્રિકેટની રમતના નામે વિદેશ મોકલવાના પણ બનતા બનાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : ડીએનએચડીડી કબડ્ડી એસોસિએશન દ્વારા જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે ઈસમ ચિરંજીવ અશેષ ઝા કે તેની સંસ્‍થા દ્વારા એક પણ કબડ્ડીની ટુર્નામેન્‍ટ યોજવામાં આવી નથી. પરંતુ આ પ્રકારના ઈસમો પોતાના પરપ્રાંતનો ફાયદો ઉઠાવી બોગસ રજીસ્‍ટ્રેશન દ્વારા પૈસા લઈ પોતાના વિસ્‍તારના ખેલાડીઓને નેશનલ ગેમમાં ભાગ લેવા માટેનો રસ્‍તો ખોલી આપતા હોવાનું જાણવા મળ્‍યું છે. નેશનલ ગેમમાં ભાગ લેનાર ખેલાડીને સરકારી નોકરી તથા ઉચ્‍ચ અભ્‍યાસની બેઠકોમાં પણ અગ્રતા મળતી હોય છે. તેથી આ પ્રકારના રમતગમત ક્ષેત્રે બોગસ એસોસિએશન બનાવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રતિનિધિત્‍વ રાષ્‍ટ્રીય સ્‍તરની રમતોમાં કરનારાઓ સામે તપાસ થવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ક્રિકેટના ક્ષેત્રે પણ મોટું ભોપાળુ ચાલી રહ્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. ક્રિકેટના માધ્‍યમથી ખેલાડીઓને વિદેશ મોકલવાના પણ ગોરખધંધા ભૂતકાળમાં થયા હોવાનું લોકો કરી રહ્યા છે.

Related posts

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

Leave a Comment