Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા દરિયા કિનારેથી મળેલ શંકાસ્‍પદ પદાર્થ 6 કરોડનું ચરસ હોવાનું બહાર આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના ઉદવાડા ગામ રોહિત કોલોની ખાતે રહેતા ભરતભાઈ નારણભાઈ માંગેલાએ તારીખ 12.8.2024 ના રોજ ઉદવાડા ગામ રોહિત કોલોની સામે આવેલ દરિયા કિનારેની પ્રોટકશન વોલ પાસે પ્‍લાસ્‍ટિકના થેલામાં શંકાસ્‍પદ જણાતી વસ્‍તુ જોતા આ અંગેની જાણ પારડી પોલીસને કરી હતી. જેને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઇ. જી.આર. ગઢવી પી.એસ.આઇ. ડી.એલ. વસાવા સહિત પારડી પોલીસ સ્‍ટાફ ઉપરાંત એસ.ઓ.જી.ના પી.આઈ. એ.યુ. રોઝ પી.એસ.આઇ. આઇ.કે. મિષાી તથા એફ.એસ.એલ.ની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ઉપસ્‍થિત તાલુકા વિકાસ અધિકારી ઉમરગામ તથા અન્‍ય બીજા પંચોની હાજરીમાં આ શંકાસ્‍પદ જણાતા પદાર્થને ઉદવાડા ગામ આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશને લઈ જઈ તપાસ કરાતા પ્‍લાસ્‍ટિકના મીણીયા થેલામાં 10 પેકેટ જેમાં બે પેકેટ ખુલ્લા હોય જેમાં કાળા કલરનો બદામી રંગનો લાક્ષણિક ધરાવતોભેજ વાળો ચીકાસ યુક્‍ત અર્ધ ઘન સ્‍વરૂપના 10 પેકેટ પદાર્થ મળી આવ્‍યો હતો. સાયન્‍ટિક મહિલા ઓફિસર એચ.ટી.પટેલ દ્વારા નારકો ટેસ્‍ટ કીટ વડે આ પદાર્થને પ્રાથમિક પરિક્ષણ કરતા આ શંકાસ્‍પદ પ્રદાર્થ ચરસ હોવાનું બહાર આવ્‍યું હતું.
આ 10 પેકેટ પર બાજ પક્ષીના પંજામાં દડો પકડેલ હોય અને નારકો લખેલ તથા અન્‍ય પેકેટ પર રાણીનું ચિત્ર અને 1180 ગ્રામ વજન લખેલ ની સાથે ઉર્દૂમાં પણ લખાણ લખેલ હોય આ ચરસ અફઘાની હોવાનું પણ હોય શકે છે?
પંચોની હાજરીમાં તમામ 10 પેકેટમાંથી ફકત ચરસને બહાર કાઢી તેનું વજન કરવામાં આવતા 11.746 ત્ત્ જેટલું વજન આ તમામ 10 પેકેટ ચરસનો થયું હતું. હાલમાં એક કિલો ચરસની બજાર કિંમત 50 લાખ હોય કુલ 5 કરોડ 87 લાખ 30 હજાર જેટલી કિંમત આ ચરસની થવા પામી છે.
પારડી પોલીસે આ તમામ જથ્‍થો કબજો લઈ પોતાના અંગત ફાયદા માટે ચરસની હેરાફેરી કરી કોઈ કારણસર દરિયામાં અથવા દરિયા કિનારે પકડાઈ જવાની બીકે આ ચરસનો જથ્‍થો છોડી દીધો હોય અજાણ્‍યા ઈસમો કે ઈસમ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્‍ટ 1985 ની કલમ 8(ઘ્‍), 22(ઘ્‍), 23(ઘ્‍) મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધવામાં આવી છે.

Related posts

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

Leave a Comment