April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશ

પ્રધાનમંત્રીએ ગંગા આરતીમાં હાજરી આપી, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે બેઠક કરી અને કાશીમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી, તા.14

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં બાબા વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પછી તેમની વ્યસ્તતાઓ ચાલુ રાખી હતી જ્યાં તેમણે પૂજા પણ કરી હતી અને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. બાદમાં સાંજે પ્રધાનમંત્રીએ સોમવારે ગંગા આરતીમાં હાજરી આપી હતી.

ગંગા આરતી પર પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે, “કાશીની ગંગા આરતી હંમેશા આંતરિક આત્માને નવી ઉર્જાથી ભરી દે છે. આજે કાશીનું મોટું સપનું પૂરું કરીને દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં હાજરી આપી અને મા ગંગાને નમન કર્યા. નમામિ ગંગે તવ પદ પંકજમ્ “

બાદમાં પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “હમણાં જ કાશીમાં @BJP4Indiaના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે એક બેઠક પૂરી કરી.”

— Narendra Modi (@narendramodi) December 13, 2021

પ્રધાનમંત્રીએ કાશીમાં મુખ્ય વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “કાશીમાં મુખ્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ. આ પવિત્ર શહેર માટે શક્ય શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો અમારો પ્રયાસ છે.

પ્રધાનમંત્રી રેલવે સ્ટેશન પણ ગયા હતા. તેમણે કહ્યું “નેક્સ્ટ સ્ટોપ…બનારસ સ્ટેશન. અમે રેલ કનેક્ટિવિટી વધારવા તેમજ સ્વચ્છ, આધુનિક અને પેસેન્જર ફ્રેન્ડલી રેલવે સ્ટેશનો સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”

મોડી રાત્રે વિકાસ પ્રોજેક્ટ્સનું તેમનું નિરીક્ષણ જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની પ્રધાનમંત્રીની પ્રથા અનુસાર છે. તેઓ એવા લોકોને મળ્યા કે જેમણે પ્રધાનમંત્રી પ્રત્યે ખૂબ જ ઉત્સાહ અને પ્રેમ દર્શાવ્યો, જેઓ તેમના સ્થાનિક સાંસદ પણ છે.

Related posts

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં પરીયાની ટીમ વિજેતા

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

Leave a Comment