Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

સંઘપ્રદેશ પ્રશાસનના વિદ્યુત વિભાગને ફરી પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશનની જવાબદારી સુપ્રત કરવા ઉઠેલી બુલંદ માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આજે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ચેરમેન શ્રી આલોક ટંડનના અધ્‍યક્ષસ્‍થાને મળેલી જોઈન્‍ટ ઈલેક્‍ટ્રિસિટીરેગ્‍યુલેટરી કમિશન(જેઈઆરસી)ની જન સુનાવણીમાં ઉપસ્‍થિત લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પસ્‍તાળ પાડી હતી અને ફરીથી સંઘપ્રદેશ પ્રશાસનના વિદ્યુત વિભાગને પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશનની જવાબદારી સુપ્રત કરવા બુલંદ માંગ ઉઠી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ(ટોરેન્‍ટ પાવર) દ્વારા જેઈઆરસી સમક્ષ નાણાકીય વર્ષ 2023-24ની સમીક્ષા અને 2024-25 માટે કુલ આવકની જરૂરિયાત અને ટેરિફ નિર્ધારણ માટે જેઈઆરસી સમક્ષ વીજ અધિનિયમ-2003 અને જેઈઆરસી (જનરેશન ટ્રાન્‍સમિશન અને ડિસ્‍ટ્રીબ્‍યુશન મલ્‍ટિયર ટેરિફ) રેગ્‍યુલેસન્‍સ-2021ની કલમ 61, 62, 64 અને 86 અંતર્ગત કરેલી અરજીને સ્‍વીકારી લોક સુનાવણીનું આયોજન કર્યું હતું.
આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત જાહેર સુનાવણીમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ પારેખ, સેલો ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝના શ્રી મુખરજી સહિત કેટલાક ઉદ્યોગપતિઓ અને દમણના કેટલાક આગેવાનોએ પોતાની ધારદાર રજૂઆત કરી હતી. જેમાં ટોરેન્‍ટ પાવર દ્વારા દેશભરમાં સૌથી વધુ દમણ ખાતે લગાવવામાં આવેલ ફિક્‍સ ચાર્જના સંદર્ભમાં ખુબ જ ઉગ્ર રજૂઆત થઈ હતી. નફો રળતા વિદ્યુત વિભાગે કરેલી છેલ્લાત્રણ વર્ષમાં 550 કરોડની ખોટ બતાવી જેઈઆરસીને ગુમરાહ કરવા થઈ રહેલા પ્રયાસોની પણ રજેરજની વિગતો આપવામાં આવી હતી.
જેઈઆરસી દ્વારા આયોજીત જન સુનાવણીમાં પ્રદેશ અને જિલ્લા ભાજપના કોઈ પ્રતિનિધિ તથા સાંસદ શ્રી સંસદમાં હોવાથી તેમના સ્‍થાને તેમના પ્રતિનિધિની પણ ગેરહાજરી લોકોને આંખે ઉડીને વળગી હતી.

લ્‍યો કરો વાત..! ભૂતકાળમાં વિદ્યુત વિભાગને બદનામ કરવાનું નેતૃત્‍વ લેનારા હવે પસ્‍તાઈ રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 300 યુનિટ સુધીની ફ્રી રૂફટોપ સોલર પાવર યોજના દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે આશીર્વાદરૂપ બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવરના આગમન પહેલાં વિદ્યુત વિભાગને બદનામ કરવાનું નેતૃત્‍વ લેનારા હવે પોતાની ભૂલ કબૂલતા નજરે પડે છે અને એક જ અવાજે કહી રહ્યા છે કે, ટોરેન્‍ટ પાવર કરતા પ્રદેશના વિદ્યુત વિભાગનો વહીવટ સો દરજ્જે સારો હતો.
ભૂતકાળમાં લોકોને વિદ્યુત વિભાગ પ્રત્‍યે ગુમરાહ કરી પોતાની દુકાન ચલાવનારાઓ હવે એક વખત ફરી ટોરેન્‍ટ હટાવવાનું ‘કામ’ હાથમાં લઈ પોતાની રાજકીય રોટલી શેકવા માટે તવો ગરમ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
ટોરેન્‍ટ પાવરે પણ પોતાનીકેટલીક વહીવટી ખામીઓ દૂર કરી લોકોને સુવિધા મળે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવી જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રૂફટોપ સોલર સિસ્‍ટમ અંતર્ગત 300 યુનિટ ફ્રી વિજળીની કરેલી જાહેરાતનો દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વધુમાં વધુ અમલ થાય તે દિશામાં પણ પ્રશાસન અને ટોરેન્‍ટ પાવરે સક્રિયતા બતાવવી જરૂરી હોવાનું સમજાય છે. કારણ કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હવે વિજળી દરમાં ટોરેન્‍ટ પાવર દ્વારા થતા વધારા સિવાય બીજો કોઈ મુદ્દો થનગનભૂષણો પાસે રહ્યો નથી, તેથી લોકોએ પણ જાગૃત બનવું પડશે.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment