ઉપેન્દ્ર રજક ઉ.વ.40 સંબંધીને ટિફિન આપવા જતો હતો ત્યારે અજાણ્યા
વાહને ટક્કર મારી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: લવાછા નજીક આવેલ પિપરીયા પુલ ઉપર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. બુધવારે સવારે ઘરેથી સેલવાસ સબંધીને ટિફિન આપવા યુવક સાયકલ ઉપર નિકળ્યો હતો. પિપરીયા પુલ ઉપરથી પસાર થતો હતો ત્યારે પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે સાયકલને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં પટકાતા યુવકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું.
લવાછામાં રહેતા ઉપેન્દ્ર રજક ઉ.વ.40 નામનો યુવાન ઘરેથી સેલવાસ સબંધીને ટિફિન આપવા માટે સાયકલ ઉપર નિકળ્યો હતો. ઉપેન્દ્ર પિપરીયા પુલ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે બેફામ ગતિએ દોડી આવેલી ટ્રકે સાયકલને ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઉપેન્દ્ર સાયકલ ઉપરથી નીચે પટકાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટના બાદ સેલવાસ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફરાર ટ્રક ચાલકની શોધ શરૂ કરી હતી. પુલ ઉપર સડક સુરક્ષાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.