June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

9મી માર્ચે યોજનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક રજૂ કરવાની છેલ્લી તારીખ 19 મી ફેબ્રુઆરીને હવે ત્રણ દિવસ બાકી છે અને સાત દાવેદારી ફોર્મ ઉમેદવારો દ્વારા લેવામાં આવ્‍યા છે

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: આગામી 9મી માર્ચના રોજ યોજનારી સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીનો માહોલ ઉદ્યોગપતિઓમાં જોવા મળી રહ્યો છે. પ્રમુખ અને 12 એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બર માટે યોજનારી ચૂંટણી માટે દાવેદારી પત્રક રજૂ કરવાની અંતિમ તારીખ 19મી ફેબ્રુઆરી છે. જે સમયને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને આજ સુધીમાં સાત ઉમેદવારી પત્રક ઈશ્‍યુ થવા પામ્‍યા છે. જેમાં 1. શ્રી દામોદરભાઈ પારીખ 2. શ્રી નિર્મલભાઈ દુધાની 3. શ્રી દિલીપભાઈ એચ. ભંડારી 4. શ્રી જૈવિકભાઈ પટેલ 5. વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ 5. શ્રી સમીમભાઈ રીઝવી 5. શ્રી સજ્જનભાઈ મુરારકાનો સમાવેશ થઈ રહ્યો છે. અગ્રણી ઉદ્યોગપતિઓના મેળવેલા અભિપ્રાય બાદ હવે બાકી રહેલા સમયમાં વધુ ઉમેદવારો દવેદારી પત્રક રજૂ કરશે એવું ચિત્ર સામે આવી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, માત્ર 571 સભ્‍યપદ ધરાવતું સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનમાં સક્રિય મેમ્‍બર તરીકે ગણતરીના સભ્‍યો છે જે લાંબા સમયથી ઈન્‍ડસ્‍ટ્રીઝના હિતમાં કામ કરતા જોવા મળી રહ્યો છે. આ તમામ અગ્રણી મેમ્‍બરોએ ચૂંટણી સમરસના માધ્‍યમથી પૂર્ણ કરવાનું નક્કી કરેલું છે. પરંતુ હાલમાં ઉદ્યોગપતિઓના અભિપ્રાય જાણતા એમનું વલણ અસ્‍પષ્ટ જણાઈ રહ્યું છે જે જોતા બે વર્ષ પહેલા લેવામાંઆવેલો નિર્ણય મુજબ પ્રમુખની પસંદગી કરવામાં આવશે એવું જણાતું નથી. અગ્રણી ઉદ્યોગપતિઓનુ ટીમ વર્ક સંકલન સાંધીને વિચારધારા અમલમાં મુકવાની હંમેશા જોવા મળી છે. જેની ઉપરવટ જઈ પ્રમુખના દાવેદાર શ્રી નિર્મલભાઈ દુધાનીએ અંગત મંતવ્‍ય જાહેર કરતા કેટલાક ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી રહી છે. જે જોતા ઉદ્યોગપતિઓ કેવું વલણ અપનાવે એ સ્‍પષ્ટ નથી. હાલમાં તો પ્રમુખના હોદાની ભૂમિકા નિભાવી શકે એવા વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને માજી નોટિફાઇડ બોર્ડના ચેરમેન શ્રી સજ્જનભાઈ મુરારકાએ ઉમેદવારી પત્રક મેળવતા ચૂંટણીનો માહોલ રસપ્રદ બની જવા પામ્‍યો છે.
—-

Related posts

ચીખલીના દેગામમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા યોજાઈઃ અનેક પ્રશ્નોની રજૂઆત કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment