Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

સાઈબર ફ્રોડનો ભોગ બનોત્‍યારે ટોલ ફ્રી નંબર 1930 ઉપર સાઈબર ક્રાઈમ પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ વાપી ડીવાયએસપી ઓફિસમાં સાઈબ્ર ક્રાઈમ ફ્રોડ બાબતે જનતાને ખાસ જાગૃત કરવા સંદેશ આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
એસ.પી. વાઘેલાએ જણાવ્‍યું હતું કે, વિશ્વમાં અત્‍યારે મોબાઈલ સોશિયલ મીડિયા ઈન્‍ટરનેટનો ઉપયોગ વધ્‍યો છે. તેને કારણે ધીરે ધીરે સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. અલગ અલગ મોડસ ઓપરેન્‍ડી દ્વારા દૈનિક કરોડો, અબજો રૂપિયાના ફ્રોડ થઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, મોટે ભાગે મોબાઈલમાં આવતી અલગ અલગ એપ્‍લિકેશન ઉપયોગ કરતા સતર્ક રહેવું જોઈએ. કોઈપણ સાઈબર ક્રાઈમ ભોગ બનનારે વહેલી તકે ફરિયાદ કરી શકે તે માટે એસ.પી. કચેરી વલસાડમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન કાર્યરત કરવામાં આવ્‍યું છે. ઘણા કિસ્‍સામાં ફ્રોડના પૈસા પરત આવેલા છે. પોલીસે અત્‍યાર સુધીમાં રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા છે તે માટે તુરત ટોલ ફ્રી નંબર 1930 ઉપર ક્રાઈમ પો.સ્‍ટે.માં ફોન કરી ફરિયાદ લખવાનો અનુરોધ કર્યો હતો કે બેંકની કેવાયસી અપડેટ કરવાના બહાને કોઈ લીંક મોકલવી, અન્‍ય લાભ આપવો, ઓ.ટી.પી. માંગવા જેવી મોડસ ઓપરેન્‍ડી આમાંસામેલ છે. મોબાઈલમાં ક્‍યારે પણ ઈ-મેઈલમાં બેંક ડીટેલ આપવી નહીં. નહીંતર ખાતું ખાલી થઈ જશે. ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર ઉપર અલગ લીંક મોકલાવાય છે. લીંક ક્‍લીક કરવાથી મોબાઈલનો ડેટા હેક થઈ જશે. મોટી હસ્‍તી સાથે પણ ફ્રોડ થયા છે. ન્‍યુડ વ્‍યક્‍તિ આવે અને કોન્‍ટેક્‍ટ લીસ્‍ટમાં મોકલવાનો ડર બતાવે, બ્‍લેક મેલ કરવામાં આવે છે. કેબીસીમાં નંબર લાગ્‍યો છે તેવી લાલચો પણ અપાય છે.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

Leave a Comment