September 24, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. ચૂંટણી વિભાગ દ્વારા તત્‍પરતા સાથે નજર રાખવા વિવિધ સ્‍થળોએફલાઈંગ સ્‍કવોર્ડની તૈનાતી કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ મતદાન થવાનું હોય તમામ તૈયારીઓની જોરશોરથી કામગીરી આટોપી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્‍કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024ના શુક્રવારથી સ્‍ટેટિક મોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ 14 જેટલા જુદા જુદા ચેકપોસ્‍ટ અને અન્‍ય સ્‍થળોએ તૈનાત કરવામાં આવ્‍યા છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્‍પક્ષ, પારદર્શક, મુક્‍ત, ન્‍યાયી અને તટસ્‍થ ચૂંટણી યોજાય તેમજ નિશ્ચિત કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા વિવિધ સ્‍થળોએ ચેકિંગ દરમિયાન ગત તા.29 માર્ચ, 2024ના રોજ લગભગ 54,720 રૂપિયાનો દારૂ, 30 માર્ચના રોજ લગભગ 1.10 લાખ રૂા.નો દારૂ તથા 04 એપ્રિલે અંદાજીત રૂા.22.9 હજારનો દારૂ પકડી પાડવામાં આવ્‍યો હતો. વિવિધ જગ્‍યાએથી તપાસ દરમિયાન 03 એપ્રિલના રોજ લગભગ 3.50 લાખ, 04 એપ્રિલે 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવીછે. ચૂંટણીની જાહેરાત થઈ ત્‍યાથી લઈને અત્‍યાર સુધી દમણના ચૂંટણી અધિકારીઓ દ્વારા આશરે 16.77 લાખની રોકડ રકમ અને 4.58 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્‍યો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવેલ નથી. તેથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે ન કરે.

Related posts

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારમાંથી ઝડપાયેલ આશરે રૂા.9.24 કરોડનો દારૂનો નાશ કરાયો

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

vartmanpravah

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

Leave a Comment