October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

બદલી થતાં વિદાય લઈ રહેલા સેક્રેટરી પ્રિયાંક પટેલ અને જે.ઈ.વિપુલ રાઠોડને આપવામાં આવ્‍યું વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નવા નિમાયેલા પંચાયત સેક્રેટરી શ્રી પર્યંત જાની અને વિદાય લઈ રહેલા સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ તથા પંચાયતમાં જૂનિયર એન્‍જિનિયર તરીકે નિમણૂક પામેલા શ્રી હિરેન એલ. પટેલ અને બદલી થયેલા જે.ઈ. શ્રી વિપુલ જે. રાઠોડના આગમન અને વિદાયના સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, સરકારી નોકરીમાં બદલી અને બઢતી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ જ્‍યાં પણ કામ કરો અને જેટલો સમય કામ કરો તેમાં બેસ્‍ટ ટુ બેસ્‍ટ કરવાનો અભિગમ રાખવો જરૂરી છે. તેમણે દરેકને કાયદા અને નીતિ-નિયમની મર્યાદામાં રહી લોકોને કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી રાખવા પણ સલાહ આપી હતી. તેમણે જ્‍યારથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્‍યો ત્‍યારથી જે.ઈ. તરીકે પોતાની પડખે રહેલા શ્રી વિપુલ રાઠોડ અને છેલ્લા દોઢ વર્ષથી સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળી રહેલા શ્રી પ્રિયાંક પટેલને પોતાની નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી અને નવા સેક્રેટરી શ્રી પર્યંત જાની અને નવા જે.ઈ. શ્રી હિરેન પટેલને દમણવાડા ગ્રામ પંચાયતના વિકાસમાં ઓતપ્રોત બનીને કામ કરવાપ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે પોતાના સન્‍માનના પ્રતિભાવમાં નવનિયુક્‍ત સેક્રેટરી શ્રી પર્યંત જાનીએ ભાવવિભોર બની જણાવ્‍યું હતું કે, સેક્રેટરી તરીકે હું અત્‍યાર સુધી ત્રણથી ચાર જેટલી પંચાયતોમાં ફરજ બજાવી ચુક્‍યો છું, પરંતુ પહેલી વખત ગ્રામ પંચાયત દ્વારા આગમન ઉપર સન્‍માન કરવામાં આવી રહ્યું છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી રોહિત ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ સહિત પંચાયતના સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

Leave a Comment