October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં આજરોજ સાંજના 4.00 કલાકના અરસામાં કાળાસર્ટ પહરેલ બે લૂંટારું ત્રાટકયા હતા. અને દુકાનના માલિક અભય ઇન્‍દુલકર પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્‍યારબાદ દુકાનમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી ભાગી છૂટયા હતા.
લૂંટની ઘટના બાદ ઘાયલમનના માલિક દુકાનની બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુની લોકો દોડી આવ્‍યા હતા. ઘટનાની જાણ તાત્‍કાલિક પોલીસ સ્‍ટેશનને થતા સ્‍થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્‍થળે ઘસી આવી લૂંટારુંઓ પગેરું શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની જાણથી વલસાડ એલસીબીની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી. લૂંટારૂઓને ઝડપી પાડવા તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને ઉમરગામ ટાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાયલ દુકાનના માલિક અભય ઇન્‍દુલકરને સારવાર અર્થે ઉમરગામની હોસ્‍પિટલ બાદ વધુ સારવાર અર્થે વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા યોગ પરિવારનું સ્‍નેહ સંમેલન અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment