March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી પગપાળા ચાલી ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ સાથે આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને નિવર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ આવતી કાલે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે.
આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી પોતાના સેંકડો કાર્યકર્તાઓ સાથે મોટી દમણ કલેક્‍ટરાલય ખાતે આવી ઉમેદવારી પત્રક દાખલ કરવાના હોવાનું ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે. આવતી કાલે શ્રી લાલુભાઈ પટેલના ફોર્મ ભરવાના સમયે દરેક પંચાયત અને ભાજપ મંડળ તથા શહેરમાંથી મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહે તે પ્રકારનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં જિલ્લાની ટીમ સક્રિય રીતે કામે વળગી છે.

Related posts

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment