October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં ઠાકુર કોમ્‍પ્‍લેક્‍સ પરિસરમાં સુંદર શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, હનુમાનજી તેમજ ગણેશજીની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવી છે. આજે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ નિમિતે કળશયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. ત્‍યારબાદ વિધિ-વિધાન દ્વારા નવનિર્મિત મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેનો મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધોહતો.

Related posts

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

Leave a Comment