અરાઉન્ડ ધ વર્લ્ડ વિધાઉટ ડોલર બટરફલાયમાં સફર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: આજના યુગમાં પેટ્રોલ તેમજ ડીઝલથી ચાલતા વાહનોથી આખી દુનિયામાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. દિલ્હી જેવા રાજધાની દેશમાં હાલમાં લોકોએ માસ પહેરીને ફરવું પડે છે અને મોટા વાહનોને શહેરમાં આવવા માટે પ્રતિબંધ મૂકયા છે. વિશ્વમાં વાહનો દ્વારા નીકળતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી આકાશમાં રહેલી ઓઝોનના પડમાં ગાબડા પડી ગયા છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે જેથી નોર્થ પોલ અને સાઉથ પોલના ગ્રેઝીઅર પીગળી રહ્યા છે. જેના કારણે બરફમાંથી પાણી બની જતા દરિયાની સપાટી વધવા લાગી છે. જો આવું જ રહેશે તો ભવિષ્યમાં મોટા શહેર છે. દરિયાની સપાટીથી થોડા જ ઊંચા છે જેવા કે મુંબઈ શહેર પાણીમાં ગરાક થઈ જવાની શકયતા છે.
આજરોજ અતુલ ખાતે સીઝરલેન્ડથી પ્રોફેસર રોચર બૃઝર પોતાના સાથી સાથે સાથે સ્વીઝરલેન્ડથી સોલાર સેલ્ફ પાવર બટરફલાય વાન સાથે દુનિયાની સફર કરવા નીકળ્યા છે તેઓ સ્વીઝરલેન્ડથી શરૂઆત કરી યુરોપ ગયા. ત્યારબાદ અમેરિકા અને હાલમાં એશિયા ઈન્ડિયામાં આજે વલસાડ ખાતે આવ્યા છે અને હવે પછી સાઉથ અમેરિકા અને સાઉથ આફ્રિકા કરી દુનિયાની સફર પૂરીકરશે.