(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ‘‘આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી-ટેરેરિઝમ ડે” અન્વયે આજે વલસાડ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાનેવિવિધ અધિકારીઓ/ કર્મચારીઓએ સમાજમાં શાંતિ, સદભાવ અને સુઝબુઝ કાયમ રાખવા શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ જિલ્લા માહિતી કચેરી, પારડી મામલતદાર કચેરી અને વલસાડ જિલ્લાના દરેક હોમગાર્ડઝ યુનિટ કચેરી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓમાં ‘‘એન્ટી ટેરરીઝમ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.