January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ બહુજન સમાજ પાર્ટી દ્વારા વિશ્વ રત્‍ન, જ્ઞાનના પ્રતિક સમા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે 6 ડિસેમ્‍બરે દમણના પાર્ટી કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને નમ્ર શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી તેમના દ્વારા સમાજના હિતમાં કરેલા કાર્યો, સિદ્ધાંતો અને વિચારધારાને અમલમાંમૂકવા અપીલ કરવામાં આવી હતી. ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના બલિદાનને યાદ કરીને સમાજને પ્રેરણા આપતી ઘટનાઓને ઉજાગર કરી હતી. ઉપસ્‍થિત કાર્યકરોએ તેમના વિચારોને લોકો સુધી પહોંચાડીને સમાજમાં જાગળતિ લાવવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી શ્રી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર શ્રી ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ગુલામભાઈ દાંડેકર, ઉપપ્રમુખ શ્રી પ્રેમપાલસિંહ, પ્રદેશ મહામંત્રી શ્રી મિનેશ વસાવા, વાપી શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ સોલંકી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી નિરંજન મનુભાઈ દેસાઈ, શ્રી સંદીપ મંડલ , શ્રી મનોજ ગૌતમ, શ્રી કલીમભાઈ, ઉમરગામ તાલુકાના કાર્યકરો શ્રી રતિલાલ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

Leave a Comment