July 30, 2021
Vartman Pravah
તંત્રી લેખ

શું દાદરા નગર હવેલી ભાજપ પોતાનો દાયરો લાંબો નહીં કરી શકે?

સીસીટીવી અને વાઈ ફાઈ ખરીદી કૌભાંડમાં સંકળાયેલા દાદરાના સરપંચ અને અનુ.જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ ધરપકડ કરાયેલા ઉપ સરપંચને ભાજપની કંઠી પહેરાવતા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપની મથરાવટી સામે પ્રશ્નો ઉભા થયા છે. દાદરા નગર હવેલીમાં ભાજપ ઈલેક્શન મોડમાં આવી ચુક્યુ હોવાનું માનવામાં આવે છે. પરંતુ હજુ ‘ભેîસ ભાગોળે અને છાશ છાગોળે’ જેવી સ્થિતિ છે. ૨૦૨૧ના અંત સુધી દાદરા નગર હવેલીમાં પેટા ચૂંટણી યોજાવાની શક્યતા લગભગ નહીંવત છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખુબ જ ટચૂકડો પ્રદેશ છે. લગભગ ૬.૫૦ લાખની અંદાજીત વસતી ધરાવતા આ પ્રદેશમાં ભારત સરકારની વિવિધ યોજના હેઠળના લાભાર્થીઅોની સંખ્યા લગભગ ૧ લાખ કરતા વધુ છે. દાદરા નગર હવેલીમાં ભાજપનો પણ મોટો જનાધાર છે. ગત લોકસભાની ચૂંટણીમાં તત્કાલિન અપક્ષ ઉમેદવાર શ્રી મોહનભાઈ ડેલકરે પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ ઉપયોગ કર્યો હતો. તે વખતે દેશમાં કઈ સરકાર બને તેનું ચિત્ર પણ સ્પષ્ટ નહીં હતું. હવે ૨૦૨૪ સુધી દેશમાં મોદી સરકાર તો રહેવાની જ છે, અને ૨૦૨૪ બાદ પણ કોઈ બીજા વિકલ્પો અત્યારે દેખાતા નથી. તેથી પ્રદેશ ભાજપ જેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેવા જનપ્રતિનિધિઅોને પક્ષમાં લાવવાની જગ્યાઍ પોતાનો દાયરો લાંબો કરી છેવાડેના લોકો સુધી પહોîચી મોદી સરકારની વિવિધ યોજનાઅોનો લાભ મળે છે કે નહીં, તેની તકેદારી રાખે અથવા જા લાભ નહીં પહોîચતો હોય તો તેને પહોîચાડવા મદદરૂપ બની ૨૦૨૪ની ચૂંટણી ઉપર લક્ષ રાખે ઍ આજના સમયનો તકાજા છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ કેબિનેટમાં સામેલ થઈ રહેલા તમામ મંત્રીઅોને પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાનો આગ્રહ કર્યો હતો. ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતો લોકશાહીની તાલીમ શાળા છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોમાં પણપતા ભ્રષ્ટાચારને ઍક પક્ષ તરીકે ભાજપે બર્દાસ્ત તો નહીં જ કરવો જાઈઍ અને લાંબી નજર દોડાવી દાદરા નગર હવેલીના લોકોનો વિશ્વાસ સંપાદન કરવા પોતાની તમામ તાકાત કામે લગાવવી જાઈઍ.

ઍક્સ્ટ્રા કોમેન્ટ
ગત જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ખુબ ગાજેલા જનતા દળ(યુ)ની હાજરી દાદરા નગર હવેલીમાં દેખાતી નથી. ત્યારે બધી રાજકીય ખટપટો કરવાની જગ્યાઍ દાદરા નગર હવેલીમાં જનતા દળ(યુ)નું જ ભાજપમાં વિલીનીકરણ થઈ જાય તો ઍક ઝાટકે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતો પણ ભાજપમય થઈ શકે છે. રાજકારણમાં બધું જ સંભવ છે, ફક્ત સમય અને સંજાગોને આધિન રહે છે.

Related posts

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ૧૩૦ કરોડ ભારતીયોની આશા આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

Leave a Comment