October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાનહમાં ભારે વરસાદનાકારણે રસ્‍તાઓની હાલત અત્‍યંત દયનીય અને ખખડધજ થઈ ગઈ છે જેના કારણે જનમાનસને ઘણી તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં પણ મોટા ભાગના રસ્‍તાઓની હાલત ચંદ્ર ઉપર દેખાતા ખાડાઓની જેમ બની જતાં સ્‍માર્ટસીટીમાં ગ્રહણ લાગી રહ્યું છે. જેમાં વોર્ડ નંબર 9ના જેટલા પણ રસ્‍તાઓ છે જે તમામ વરસાદને કારણે જર્જરિત થઈ બની ગયા છે જેના કારણે દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે.
આ બાબતે સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9ના કાઉન્‍સિલર શ્રીમતી જયશ્રી મનોજ ભુરકુડ દ્વારા વહેલામાં વહેલી તકે ખખડધજ અને બિસ્‍માર રસ્‍તાઓનું સમારકામ કરવા માટે ન.પા.ના ચીફ ઓફિસર અને ન.પા. પ્રમુખને રજૂઆત કરી છે. વોર્ડ નંબર 9માં કામળી ફળિયા, અયપ્‍પા મંદિરથી શ્રી રેસીડન્‍સી, આનંદ નગરની પાછળ, કલેક્‍ટર બંગલાની પાછળ, માઈક્રો ટાવર તરફ જતા રસ્‍તા સહિત તમામ રસ્‍તાઓની હાલત ખુબજ બદતર બની ગઈ છે જેને પણ તાત્‍કાલિક રીપેર કરવામાં આવે એવી માંગ કરી છે.

Related posts

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment