બોર્ડના પરિણામમાં ધારવા કરતા ઓછા માર્ક્સ આવતા પુનઃ મૂલ્યાંકન બાદ આવેલું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દાદરા નગર હવેલી ખાતે રહેતી તથા વાપીની જ્ઞાનધામ સ્કૂલની વિદ્યાર્થીની અને સંઘપ્રદેશ પ્રશાસનના વન વિભાગના ઉપ વન સંરક્ષક શ્રી રાજકુમાર -આઈ.એફ.એસ.ની દિકરી કુ. અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ. બોર્ડની સિનિયર સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન(એસ.એસ.સી.)2024માં પોતાના માર્ક્સનું પુનઃ મૂલ્યાંકન કરાવતા બોડની પરીક્ષામાં કુલ ત્રણ વિષયો-પોલીટિકલ સાયન્સ, સાયકોલોજી અને ફિઝીકલ એજ્યુકેશનમાં 100માંથી 100 ગુણ અને ઇતિહાસ અને અંગ્રેજી વિષયમાં 100માંથી 99 ગુણાંક મેળવી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પણ નામ રોશન કર્યું છે.