(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.15 : રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ, નવી દીલ્હી અને રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણ દાનહ તરફથી સેલવાસ ડિસ્ટ્રીક્ટ કોર્ટ પરિસરમાં ‘રાષ્ટ્રીય લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેક બાઉન્સ કેસ, કામદાર વિભાગ, મોટર અકસ્માત, જમીન અધિગ્રહણ કેસ, રેવન્યુ, વૈવાહિક વિવાદ, ફોજદારી અને કંપાઉન્ડેબલ, બેંક, ગ્રામ પંચાયત હાઉસ ટેક્સ, ગુજરાત ગેસ, બીએસએનએલ, નગરપાલિકા પ્રિ-લીટીગેનેશન કેસ, રિક્વરી કેસ, કેસ સબંધના વિવાદ આપસી ભાઈચારાથી નિકાલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. કુલ 2503 કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા જેમાંથી 309 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 2,54,38,047 રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સૌ.એસ.એસ.સાપટણેક, સિવિલ જજ સિનિયર ડિવિઝન અને મુખ્ય ન્યાયાધીશ અવધૂત ભોસલે, બેંકના અધિકારીઓ બાર એસોસિએશનના સભ્યો સહિત મોટી સંખ્યામાં અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.