(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રસ્તાની આજુબાજુમાં રહેતા રહેવાસીઓને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રોડમાં સામરવરણી કળષ્ણા ફાટકથી મસાટ પોલીસ સ્ટેશન સુધીનો એક સાઈડનો રોડનું કામ છેલલા ચાર પાંચ મહિનાથી એકદમ સુસ્ત હાલતમાં ચાલી રહ્યું છે. આ રસ્તા પર અત્યાર સુધીમા ફક્ત માટી નાખવામાં આવેલ છે. આ માટીના કારણે હાલમાં વરસાદની મૌસમમાં રોડ પર ભારે કાદવ-કીચડ થઈ ગયો છે અને કેટલીક જગ્યા પર પાણી ભરેલું રહે છે. એવામાં સવારમાં શાળામાં જનાર વિદ્યાર્થીઓએ ઘણી પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. કીચડ અને પાણીમાં ચાલીને જવામાં સ્લીપ થવાની કે પડી જવાની સંભાવના પણ રહેલી છે. હાલમાં જે આ રસ્તા પર પડતી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે.
આ નવા રસ્તાના અધૂરા કામ અને રસ્તાની બાજુમાંથી ગટરમાટે કરેલ ખોદકામ બાદ અધુરૂ રાખવામાં આવેલ કામને કારણે જો ભારે વરસાદ પડશે તો રસ્તાની આજુબાજુના ઘરોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે, જેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તેની હાઈટ ચાર ફૂટથી પણ વધારે કરવામાં આવી છે.