October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

દમણ સહિત દેશના લગભગ 600 જેટલા સાયબર ક્રાઈમમાં સામેલ ટોળકીઃ પોલીસે રોકડા રૂા.68,010 અને રૂા.6,34,336વિવિધ બેંક એકાઉન્‍ટમાં ફ્રીઝ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
દમણ પોલીસે આજે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો પર્દાફાશ પણ કર્યો છે અને બે મહિના પહેલાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલવા પણ સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 16મી જેલાઈ, 2021ના રોજ એક ફરિયાદીએ જાણકારી આપી હતી કે, તેમના બેંક એકાઉન્‍ટમાંથી રૂા.14 લાખ 16 હજાર તેમની જાણકારી વગર કોઈ અજ્ઞાત વ્‍યક્‍તિએ લઈ લીધા છે. આ અનુસંધાનમાં કોસ્‍ટલ પોલીસ મોટી દમણમાં 14/2021થી આઈપીસીની કલમ 420 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તપાસ દરમિયાન આઈપીસીની 419, 201, 120બી, આરડબ્‍લ્‍યુ 34 ઉમેરવામાં આવી હતી.
અપરાધની પ્રારંભિક તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, ફરિયાદીના ફોન ઉપર એક અજ્ઞાત વ્‍યક્‍તિનો એસ.એમ.એસ. આવે છે અને તેમને આપેલા નંબર ઉપર કોલ કર્યા બાદ તેમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. ફરિયાદીની પાસે ફોન નંબર સિવાય બીજી કોઈપણ જાણકારી આરોપીની બાબતમાં નહીં હતી.
ઘટનાની ગંભીરતા જોઈ દમણ પોલીસે પી.એસ.આઈ. શ્રી ભરત પરમારના નેતૃત્‍વમાં એક પોલીસ ટીમનું તાત્‍કાલિક ગઠન કરી તપાસ શરૂ કરી હતી. ફરિયાદના આધાર ઉપર હ્યુમનઈન્‍ટેલિજન્‍સ અને ટેક્‍નિકલ એનાલિસિસ પર કામ કરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં (1) શાહનવાઝ અન્‍સારી (2) તસલીમ અન્‍સારી (3) કાઉસ અન્‍સારી અને (4) હાકિમ અન્‍સારી તમામ રહેવાસી ઝારખંડનો સમાવેશ થાય છે.
દમણ પોલીસે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર આ તમામ આરોપીઓની જાણકારી આપતા તેઓ ભારતમાં 600થી વધારે સાયબર અપરાધના મામલામાં આરોપી હોવાની જાણકારી મળી હતી. તમામ આરોપીઓ ઝારખંડ જામતારાથી ફરાર હતા અને પુરા ભારતમાં સાયબર અપરાધના મામલામાં સામેલ હતા.
આરોપીઓ પાસેથી દમણ પોલીસે 10 મોબાઈલ ફોન, વિવિધ સેલ્‍યુલર નેટવર્ક કંપનીના 18 સિમકાર્ડ, 2 વધારાના મોબાઈલ નંબર જેનો ઉપયોગ વોટ્‍સ એપ લોગિન તરીકે કરાતો હતો.
કુલ રૂા.68,010 રોકડા આરોપીઓ પાસેથી બરામદ કરાયા હતા અને રૂા.6,34,336 દમણ પોલીસે વિવિધ બેંક એકાઉન્‍ટમાં ફ્રીઝ કર્યા છે. લગભગ 910 ડેબિટ-ક્રેડિટ કાર્ડની ગૂગલ ફોર્મમાં વિવિધ ફોનની વિગતો મેળવી છે.
આરોપીઓ દ્વારા ગૂગલ એડ્‍સ, ગૂગલ ફોર્મ, પેટીએમ, એરોનપે, ફ્રીચાર્જ, મોબીક્‍વીક, એસબીઆઈ યુનો ઈન્‍ટરનેટ એપ્‍લીકેશન વગેરે એપ્‍લીકેશનનો ઓનલાઈન ઉપયોગ કરાતો હતો.

Related posts

ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

Leave a Comment