(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના નરોલી ગામે સવારના સમયે ભીલાડ તરફથી કન્ટેનર આવી રહ્યુ હતુ.અને નરોલી વિસ્તારમા ઓઇલ ભરેલ ટેન્કર ભીલાડ તરફ જવા માટે ટર્ન લઇ રહ્યુ હતુ,તે સમયે ભીલાડ તરફથી પુર ઝડપે આવી રહેલ કન્ટેનર ચાલાક ગાડીને કંટ્રોલ ના કરી શકતા ઓઈલના ટેન્કર સાથે ધડાકાભેર ટકરાયો હતો.આ સડક દુર્ઘટનામા કન્ટેનર ચાલકનો કુદરતી બચાવ થયો હતો અને કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.
