June 13, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
નાની દમણ સરકારી પોલીટેકનિક કોલેજ, દમણના ઇલેક્‍ટ્રિકલ અને આઈટી વિભાગ દ્વારા ખ્‍ત્‍ઘ્‍વ્‍ચ્‍- પ્રાયોજિત અટલ (ખ્‍ત્‍ઘ્‍વ્‍ચ્‍ તાલીમ અને શિક્ષણ) યોજના હેઠળ પાંચ દિવસના ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના મુખ્‍ય નિર્દેશક પ્રોફેસર ડો.આશિષ મહેશ્વરીએ જણાવ્‍યું કે, ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ'(એફડીપી)નો વિષય ‘સ્‍માર્ટસિટી માટે આઈઓટી’ રાખવામાં આવ્‍યો છે અને 17મી સપ્‍ટેમ્‍બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશ અને વિદેશની પ્રખ્‍યાત સંસ્‍થાઓ (એનઆઈટી, આઈઆઈટી, સરકારી યુનિવર્સિટી)ના ઈલેક્‍ટ્રીકલ અને કોમ્‍પયુટર એન્‍જીિનીયરો અને પ્રોફેસરો પોતાનું વ્‍યાખ્‍યાન આપશે. દેશની નામાંકિત સંસ્‍થાઓમાંથી 131 સંસ્‍થાઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ દાખવ્‍યો છે.
આ કાર્યક્રમમાં સંસ્‍થાના આચાર્ય અને પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડો.સુહાસ વી. પાટીલે સ્‍વાગત વ્‍યક્‍ત દ્વારા સૌથી ઉપસ્‍થિતોનું સ્‍વાગત કર્યુ હતું. પ્રોફેસર ડો.આશિષ મહેશ્વરીએ કાર્યક્રમની શરૂઆત કરી અને તમામ સહભાગીઓને પાંચ દિવસનાકાર્યક્રમ ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ'(એફડીપી) અંગે માહિતી આપી હતી અને આ કાર્યક્રમના નૈતિક સમર્થન માટે એઆઈસીટીઈના ચેરમેન ડો.અનિલ સહષા બુધ્‍ધે, અટલ એકેડમીના ડાયરેક્‍ટ ડો.રવીન્‍દ્ર સોની, ઉચ્‍ચ અને તકનીકી શિક્ષણ વિભાગ સચિવ ડો. એ. મુથમ્‍મા અને ઉચ્‍ચ અને તકનીકી શિક્ષણ વિભાગ સચિવ શ્રી નિલેશ ગુરવનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં કોમ્‍પ્‍યુટર વિભાગના મુખ્‍ય પ્રોફેસર ડો.અરુણા ગોવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. ડો.અરુણા ગોજડાએ તમામ ઉપસ્‍થિતોને આઈઓટીની મહત્‍વતા અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમના સહસંચાલક પ્રોફેસર શ્રી સંજય મતે અને શ્રી બાલગણેશન દ્વારા તમામ વિભાગના હેડ અને તમામ સરકારી પોલિટેક્‍નીકના પ્રોફેસરોનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.
ઇલેક્‍ટ્રિકલ હેડ શ્રી રમેશ કુમાર અને આઈટી વિભાગના હેડ ડો. રાકેશ ભુંજાડ દ્વારા તમામ ફેકલ્‍ટીના સહકારની પ્રશંસા કરવામાં આવે હતી. સંગમ યુનિવર્સિટી, રાજસ્‍થાનના, ટ્રેનિંગ એન્‍ડ પ્‍લેસમેન્‍ટ સેલ ના હેડ પ્રોફેસર શ્રી અનુરાગ શર્મા, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર, એમએનઆટી જયપુર પ્રોફેસર ડો.નિતિન ગુપ્તા અને પ્રોફેસર હેડ, આઈટી વિભાગ, વિશ્વકર્મા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ઇન્‍ફર્મેશન ટેકનોલોજી, પુણે ડો. પરિક્ષિત નમ હાલે દ્વારા વ્‍યાખ્‍યાન આપવામાં આવ્‍યું હતું.———-

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

Leave a Comment