(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આજે સેલવાસના વિદ્યુત ભવન ખાતે ટોરેન્ટ પાવર-ડીએનએચ ડીડી પીડીસીએલ દ્વારા હોટલ ઉદ્યોગો માટે ઈલેક્ટ્રીકલ સેફટી અને બેસ્ટ પ્રેક્ટ્સિ ઉપર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રિજીયોનલ ઈન્સ્પેક્ટોરિયલ ઓર્ગેનાઈઝેશન વેસ્ટ(આર.આઈ.ઓ.) મુંબઈના ડાયરેક્ટર શ્રી આર.પી.સિંઘે પોતાના કી-નોટ વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, હોટલ ઉદ્યોગ વિદ્યુત સુરક્ષાને પ્રાથમિકતા આપી જોખમ ઘટાડી શકે છે અને તેઓ પોતાના ગ્રાહકો અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરી શકે છે.
આ કાર્યક્રમમાં 40 કરતા વધુ હોટલ ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.