Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

આજે વોર્ડ નં. 14 અને 02માં ન.પા.ના સી.ઓ., સ્‍ટાફ તથા જે તે વોર્ડના કાઉન્‍સિલરોને સાથે રાખી શહેરીજનોની સમસ્‍યાથી રૂબરૂ થશેઃ શહેરના થઈ રહેલા વિકાસની પણ માહિતી આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે અખત્‍યાર સંભાળતાં જ શ્રી અસ્‍પી દમણિયાએ લોકોની સમસ્‍યા જાણવા અને વિકાસ સાથે જોડવા આવતી કાલથી પાલિકાના દરેક વોર્ડમાં ‘જન સંપર્ક અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આવતી કાલે સવારે 10:30કલાકે દમણ શહેરના વોર્ડ નં.14 અને વોર્ડ નં.02થી ‘જન સંપર્ક અભિયાન’ની શરૂઆત કરવામાં આવશે. તેઓ પોતાની સાથે પાલિકાના ચીફ ઓફિસર, જે તે વિસ્‍તારના કાઉન્‍સિલર અને નગરપાલિકાના સ્‍ટાફને સાથે રાખી પગપાળા ભ્રમણ કરશે અને લોકોને મળી તેમની સમસ્‍યાની જાણકારી મેળવશે અને થઈ રહેલા વિકાસની બાબતમાં પણ શહેરીજનોને માહિતગાર કશે.
દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાએ પાલિકાના ફિલ્‍ડ સ્‍ટાફ દ્વારા ઘર ઘર જઈ પત્રિકા દ્વારા સંબંધિત અભિયાનની જાણકારી પણ આપી છે, જેના કારણે લોકો આ અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્‍તારની સમસ્‍યાની રજૂઆત સરળતાથી કરી શકશે.
દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાએ શરૂ કરેલા અભિયાનની શહેરીજનો ઉપર કેવી અસર થાય તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

ચીખલી પોલીસે બોડવાંકથી દારૂ સાથે એકની કરેલી ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણઃ સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવનાર હેવાન પિતાને 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારનો દંડ

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

Leave a Comment