April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલા રાજીનામાથી ખાલી પડેલ પદ માટે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી 23મી ફેબ્રુઆરીએ નિર્ધારીત : પ્રમુખ પદ માટે નવિનભાઈ પટેલ હોટ ફેવરીટ

  • 16 સભ્‍યોનું કદ ધરાવતા દમણ જિ.પં.માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા 9 સભ્‍યો :3 સભ્‍યો દ્વારા ભાજપને મળેલું સમર્થન

  • દમણ જિ.પં.ના પ્રમુખ પદના 31મી મે,2023 સુધીના કાર્યકાળ માટે કયા પુરુષ ઉમેદવારની ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા પસંદગી કરવામાં આવે તેના ઉપર મંડાયેલી તમામની નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી શ્રી બાબુભાઈ પટેલે આપેલા રાજીનામા બાદ ખાલી પડેલ પ્રમુખ પદની ચૂંટણી અગામી તા.23મી ફેબ્રુઆરી, ર0રરના રોજ દમણ જિલ્લા પંચાયતના સભાખંડમાં નિર્ધારીત થઈ છે. આ ચૂંટણીના પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાની વરણી કરવામાં આવી છે.
16 સભ્‍યોનું કદ ધરાવતા દમણ જિલ્લા પંચાયતમાં 9 સભ્‍યો ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા છે. જ્‍યારે 7 સભ્‍યો અપક્ષ વિજેતા બન્‍યા હતા. જે પૈકી દાભેલ જિ.પં. વોર્ડ નં.8ના અપક્ષ સભ્‍ય ડો.ભૂપેન્‍દ્ર ભગુભાઈ પટેલ, કચીગામ વોર્ડ નં. 1રના અપક્ષ સભ્‍ય શ્રી દિનેશભાઈ ફકીરભાઈ ધોડીયા,વોર્ડ નં.13ના અપક્ષ સભ્‍ય શ્રી મેહુલ કેશવે પણ ભાજપને સમર્થન જાહેર કરેલ છે. જેના કારણે દમણ જિલ્લા પંચાયતના 16 સભ્‍યો પૈકી 12 સભ્‍યો ઉપર ભાજપની સીધી પકડ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિ.પં.ના (સ્‍ટેટ રૂલ્‍સ અને પ્રેસીડેન્‍શીયલ રેગ્‍યુલેશન) ઓર્ડર ર0ર0 તા.08-10-2020 અંતર્ગત દમણ જિલ્લા પંચાયતનાપ્રથમ અઢી વર્ષ માટે પુરુષ(મેલ) ઉમેદવાર માટે પ્રમુખ પદ આરક્ષિત છે. હવે ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા શ્રી બાબુભાઈ પટેલે આપેલા રાજીનામા બાદ ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા વોર્ડ નં.1ના શ્રી નવિનકુમાર રમણલાલ પટેલ એક માત્ર સભ્‍ય છે. તેથી શ્રી નવિનભાઈ પટેલની પ્રમુખ પદ માટેની વરણી નિヘતિ જણાય છે.
હવે પછીના પ્રમુખ પદનો કાર્યકાળ 31મી મે, 2023 સુધી મુકરર રહેવાનો હોવાથી એક વર્ષ માટે કયા પુરુષ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે. શ્રી નવિનભાઈ પટેલ ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા એક માત્ર ઉમેદવાર છે. પરંતુ ભાજપને સમર્થન આપનારા અપક્ષ ડો. ભૂપેન્‍દ્ર ભગુભાઈ પટેલ, પટલારાના શ્રી મેહુલ કેશવ અને કચીગામના શ્રી દિનેશ ફકીર ધોડીના નામ ઉપર પણ વિચારણા થઈ શકે એવું આકલન હાલના તબક્કે વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, મરવડ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી નવિનભાઈ પટેલ ખુબ જ લાંબા સમયથી પ્રમુખ પદના દાવેદાર હોવા છતાં અત્‍યાર સુધી તેમના ભાગ્‍યએ સાથ આપ્‍યો નથી. ત્‍યારે શ્રી બાબુભાઈ પટેલે પ્રમુખ પદ ઉપરથી આપેલા રાજીનામા બાદ ખાલી પડેલી જગ્‍યા માટે શ્રી નવિનભાઈ પટેલની દાવેદારી મજબૂત હોવાનું માનવામાં આવે છે.

Related posts

વાપીમાં ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરની ટુર્નામેન્‍ટમાં દમણઃ દોરડાખેંચ સ્‍પર્ધાના પુરૂષ વિભાગમાં હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ વિજેતાઃ ઉપ વિજેતા રહી અસ્‍પી ઈલેવન

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

Leave a Comment